For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘણા વિવાદો પછી કેનેડિયન પીએમ ગુજરાત પહોંચ્યા, જોરદાર સ્વાગત

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો હાલમાં ભારત પ્રવાસ પર છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો શનિવારે ભારત આવ્યા હતા અને તેમનો ભારત પ્રવાસ 1 અઠવાડિયા જેટલો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો હાલમાં ભારત પ્રવાસ પર છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો શનિવારે ભારત આવ્યા હતા અને તેમનો ભારત પ્રવાસ 1 અઠવાડિયા જેટલો છે. રવિવારે તેઓ પરિવાર સાથે તાજમહેલ નું મુલાકાત લેવા ગયા હતા. 23 ફેબ્રુઆરી દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો ભારતમાં આવતાની સાથે જ એક નવો વિવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડાઈ ગયો છે. જયારે જસ્ટિન ટ્ર્ડો ભારત આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પીએમ ને બદલે જુનિયર મિનિસ્ટર ગયા હતા. જેના કારણે વિવાદ શરૂ થયો અને કેનેડિયન મીડિયા સવાલ કરવા લાગી કે નરેન્દ્ર મોદી બાકી નેતાની જેમ તેમના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડોનું સ્વાગત કેમ ના કર્યું. તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ કેમ ના ગયા.

સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો તેમના પુરા પરિવાર સાથે સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતતા નજરે પડ્યા હતા.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો પરિવાર સાથે પહોંચ્યા અક્ષરધામ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો પરિવાર સાથે પહોંચ્યા અક્ષરધામ

સોમવારે સવારે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ ત્યાંથી સાબરમતી આશ્રમ પહોંચ્યા પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો ભારતીય પોષાકમાં સજ્જ હતાં. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ જસ્ટિન ટ્રુડો ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લીધી. જસ્ટિન ટ્ર્ડો આઇઆઇએમ માં વિદ્યાર્થી ઓ સાથે વાતચીત પણ કરશે.

ગુજરાતી લંચનું આયોજન

ગુજરાતી લંચનું આયોજન

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો માટે ખાસ ગુજરાતી લંચનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે જસ્ટિન ટ્ર્ડો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની સાથે મુલાકાત કરશે.

સોશ્યિલ મીડિયા પર વિવાદ

સોશ્યિલ મીડિયા પર વિવાદ

સોશ્યિલ મીડિયા પર લોકો વિરોધ કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરવા માટે કેમ ગયા નહીં. જસ્ટિન ટ્રુડોની સ્વાગત કૃષિ રાજ્યમંત્રી ઘ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડા પર આરોપ છે કે તેઓ અલગાવવાદીઓનો પંજાબને અલગ દેશ જાહેર કરવાની માંગને સમર્થન આપી રહ્યા છે.

જસ્ટિન ટ્રુડો કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાત નહીં કરે

જસ્ટિન ટ્રુડો કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાત નહીં કરે

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો ઘ્વારા કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાતથી ઇન્કાર કરી દેવામાં આવ્યું છે. કેપ્ટન અમરિન્દર સિંહ ઘ્વારા જસ્ટિન ટ્ર્ડો પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની કેબિનેટના કેટલાક લોકો ખાલિસ્તાનના આતંકવાદીઓનું સમર્થન કરે છે. જસ્ટિન ટ્ર્ડો કેબિનેટમાં સૌથી વધુ શીખ મંત્રી છે. નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ જયારે જસ્ટિન ટ્ર્ડો આગ્રા આવ્યા ત્યારે સીએમ યોગી ઘ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું નહીં.

English summary
Canadian media asks why prime minister narendera modi snubbed pm justin trudeau
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X