For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદીય સમિતિમાંથી રાજીનામું આપે નવીન જિંદાલ: નકવી

|
Google Oneindia Gujarati News

mukhtar abbas naqvi
નવી દિલ્હી, 12 જૂન : બીજેપીએ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલના સંસદીય સમિતિમાંથી રાજીનામાની માંગ કરી છે. બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે નવીન જિંદાલને હવે સંસદીય સમિતિના સભ્યપદ પર બની રહેવાનો કોઇ અધિકાર નથી અને તેમણે રાજીનામુ આપી દેવું જોઇએ. નકવીએ જણાવ્યું કે જો તેઓ રાજીનામું નહીં આપે તો બીજેપી તેનો જબરદસ્ત વિરોધ કરશે. નકવીએ કહ્યું કે ચોર ચોકીદારની ભૂમિકામાં ના રહી શકે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ બ્યૂરોએ પૂર્વ કેન્દ્રીય કોલસા રાજ્યમંત્રી દાસારી નારાયણ રાવ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલની સામે, કોલસા બ્લોક ફાળવણી મામલામાં અનિયમિતતાને પગલે મંગળવારે નવા મામલા નોંધાયા.

સીબીઆઇની ટીમએ દાસારીના ઘર અને તેમના સ્વામિત્વવાળી મીડિયા કંપનીની ઓફિસ પર એક સાથે દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ જિંદાલના પણ ઘરે અને ઓફિસમાં તપાસ કરી હતી.

સીબીઆઇ દ્વારા જિંદાલની સામે, કોલસા બ્લોક ફાળવણી મામલામાં કેસ નોંધાવવા અને તેમના ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી કર્યા બાદ મંગળવારે જિંદાલ સ્ટીલ પાવરના શેર ભોંયતળીએ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોલસા બ્લોક ફાળવણીમાં ભારે અનિયમિતતા થઇ છે.

English summary
Caol scam: naveen jindal have to give resign said BJP leader Mukhtar abbas naqvi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X