કાર સહિત નહેરમાં ખાબક્યો આખો પરિવાર, બે દીકરી સહિત 4નાં મોત
હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના સંગરિયા શહેર પાસેથી નિકળી રહેલ સાર્દુલ નહેરમાં શુક્રવારે સવારે કાર નિયંત્રિત થઈ ખાડામાં ખાબકી, ઘટનાને પગલે કારમાં સવાર ચાર લોકોનાં મોત થયાં છે. મૃતક એક જ પરિવારના હતા. મળેલી માહિતી મુજબ ઘટના સમયે કુલ 6 લોકો સવાર હતા જ્યારે મા અને એક દીકરીને બાજુમાંથી પસાર થઈ રહેલ લોકોએ બચાવી લીધા.

હરિયાણાનો છે સુનીલનો પરિવાર
મૃતકોનો પરિવાર સુનીલ પુત્ર લક્ષ્મણરામે જણાવ્યું કે હરિયાણાના નિમ્બી છાજિયાસ મહેન્દ્રગઢ નિવાસી રાજેશ (40), પોતાની પત્ની કમલશ (32) અને દીકરી ખુશી, કોમલ, વંદના અને એક દીકરો કૃણાલ મળ્યા આવ્યા હતા. શુક્રવારે સવારે રાકેશ પોતાના પરિવાર સાથે થાનવાના હેડ નજીકના મંદિરે જઈ ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં નાથવાના પુલ પાસે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર અનિયંત્રિત થઈ નહેરમાં ખાબકી હતી. કારને નહેરમાં ખાબકતી જોઈ બાજુમાંથી પસાર થઈ રહેલા લોકો દોડીને ત્યાં પહોંચી ગયા હતા.

મા-દીકરીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી
ઈન્ટેલિજેન્ટ અધિકારી લાયક સિંહે જણાવ્યું કે સૂચના મળતા જ ઘટના સ્થળ પર પહોંચ્યા અને સતપાલ રતનપુરા અને અન્ય લોકોની મદદથી કારમાં સવાર કમલેશ અને કોમલને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં છે પરંતુ બાકીના ચારેય લોકોનું પાણીમાં ડૂબવથી મૃત્યુ થયું. મૃતકોમાં પિતા, બે દીકરી અને એક દીકરો સામેલ છે.

કારમાં ફસાયેલા મળ્યા મૃતદેહ
સૂચના મળવા પર સ્ટેશન ઈન્ચાર્જ ઈન્દ્રકુમાર, નગરપાલિકા ઈઓ સત્યનારાયણ સ્વામી સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્ય શરૂ કર્યું. એક કલાકની જહેમત બાદ કારને નહેરમાંથી બહાર કાઢી લેવામાં આવી. કારમાં ચારેય લોકોના મૃતદેહ ફસાયેલા હતા. જેમને પીએમ માટે સરકારી હોસ્પિટલે રવાના કરી દેવામાં આવ્યા છે.