For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનવમાં સપના ચૌધરી સામે કેસ નોંધાયો, જાણો આખો મામલો

સપના ચૌધરી સામે લખનવમાં એક કાર્યક્રમમાં નહીં પહોંચવાને કારણે કેસ નોંધવામાં આવ્યો છે. લોકોએ સપના ચૌધરી અને કાર્યક્રમના આયોજકો સામે લખનવના આશિયાના ચોકીમાં ફરિયાદ નોંધાવી છે.

|
Google Oneindia Gujarati News

સપના ચૌધરી સામે લખનવમાં એક કાર્યક્રમમાં નહીં પહોંચવાને કારણે કેસ નોંધવામાં આવ્યો છે. લોકોએ સપના ચૌધરી અને કાર્યક્રમના આયોજકો સામે લખનવના આશિયાના ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે શનિવારની સાંજે લખનવના આશિયાના સ્થિત "સ્મૃતિ ઉપવન" માં સપના ચૌધરીનું લાઈવ કોન્સર્ટ થવાનું હતું. પરંતુ આયોજક અને તેમની વચ્ચે કોઈ વાત અંગે વિવાદ થયો, જેને કારણે સપના ચૌધરીએ "દાંડિયા નાઈટ્સ વિથ સપના ચૌધરી" કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી.

આ પણ વાંચો: સપના ચૌધરીને ડાંસ કરતી જોઈ પાગલ થયા લોકો, સ્ટેજ પર ચઢી ગયા અને પછી...

લોકોએ હંગામો કર્યો

લોકોએ હંગામો કર્યો

દાંડિયા નાઈટ્સ વિથ સપના ચૌધરી કાર્યક્રમમાં લોકોએ મોંઘા ભાવે ટિકિટ ખરીદી હતી. સપના ચૌધરી નહીં આવવાથી લોકોને ઘણો ગુસ્સો આવ્યો અને તેમને હંગામો કરવાનું ચાલુ કરી દીધું. ખબર મળી રહી છે કે સપના ચૌધરીના કાર્યક્રમ માટે લોકોએ અઢી હજારમાં ટિકિટ ખરીદી હતી.

કાર્યક્રમ સ્થળ પર ભાગદોડ મચી

કાર્યક્રમ સ્થળ પર ભાગદોડ મચી

સપના ચૌધરી નહિ આવવાને કારણે લોકોનો પારો સાતમા આશમાને ચઢી ગયો. તેમને કાર્યક્રમ સ્થળ પર જોરદાર હંગામો કર્યો, જેને કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ. જેમાં ત્રણ ચાર લોકો ઘાયલ પણ થયા છે.

આયોજકો ભાગી નીકળ્યા

આયોજકો ભાગી નીકળ્યા

જણાવવામાં આવી રહ્યું છે કે લોકોએ મંચ પર હાજર રહેલા આયોજકો પર પથ્થરમારો પણ કર્યો. લોકોનો ગુસ્સો જોઈને આયોજકો ત્યાંથી ભાગી નીકળ્યા. લોકોની ફરિયાદ પર પોલીસે આયોજનકર્તા ગ્લેમરસ ઇન્ડિયા એન્ટરટેઇન્મેન્ટ કંપની પર ધોખાધડીનો આરોપ નોંધી લીધો છે. આપને જણાવી દઈએ કે સપના ચૌધરીના નામ પર લગભગ 5000 લોકો કાર્યક્રમ જોવા માટે પહોંચ્યા હતા.

English summary
Case Filed Against Famous Dancer-Singer Sapna Choudhary in Lucknow, Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X