For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એટીએમ માં કેશની અછત માટે સરકારે જણાવ્યું આપ્યું આ કારણ

કેન્દ્ર સરકાર તરફથી મંગળવારે જણાવવામાં આવ્યું કે હાલમાં થોડા સમય માટે 2000 રૂપિયા નોટોની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર તરફથી મંગળવારે જણાવવામાં આવ્યું કે હાલમાં થોડા સમય માટે 2000 રૂપિયા નોટોની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. દેશભરમાં કેશ અંગે અછત પછી આર્થિક મામલે સચિવ સુભાસ ચંદ્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે સરકારે નવેમ્બર 2016 દરમિયાન નોટબંધી કર્યા પછી 2000 રૂપિયાની નોટ બજારમાં આવી. હાલમાં 2000 રૂપિયાની નોટોની સપ્લાય બંધ કરવામાં આવી છે.

cash crunch

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં અર્થવ્યવસ્થામાં 2000 રૂપિયાની નોટ જરૂરત કરતા વધારે છે. સુભાસ ચંદ્ર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી 6.70 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો સપ્લાય કરવામાં આવી ચુકી છે.

આ નોટ જરૂરત કરતા વધારે છે. નવી નોટ સપ્લાય કરવાની જરૂર નથી લાગી રહી. આજ કારણ છે કે સરકારે 2000 રૂપિયાની નોટોની સપ્લાય રોકવાનો નિર્ણય કર્યો છે.

સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નોટોની સપ્લાય 5 ગણી વધારી દેવામાં આવી છે. હજુ સુધી રોજ 500 રૂપિયાની 500 કરોડ કિંમતની નોટો સપ્લાય થઇ રહી છે. પરંતુ હવે તેની સપ્લાય વધારીને 2500 કરોડ કરી દેવામાં આવી છે.

આર્થિક મામલે સચિવ સુભાસ ચંદ્ર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં રિઝર્વ બેંક પાસે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની નોટ છે. જેના ઘ્વારા માંગ સરળતાથી પુરી થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર હાલમાં દેશમાં લગભગ 18 લાખ કરોડ રૂપિયાની કરન્સી સર્ક્યુલેશનમાં છે, જે પહેલા કરતા ઘણી વધારે છે.

English summary
Cash Crunch printing rs 500 notes raised five times
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X