
ભ્રષ્ટાચાર સાથે જોડાયેલ એક મામલે CBIએ સીજીએસટી અધિક્ષક સહિત 4 લોકોની કરી ધરપકડ
નવી દિલ્લીઃ કેન્દ્રીય તપાસ બ્યુરો(CBI)એ લાંચ લેવા સાથે જોડાયેલ એક કેસમાં દક્ષિણ મુંબઈના કેન્દ્રીય વસ્તુ તેમજ સેવા કર (સીજીએસટી)ના અધિક્ષક ઉપરાંત ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે જેમાં 2 ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ પણ શામેલ છે. આ ધરપકડ પાછળ સીબીઆઈએ જણાવ્યુ કે આ મામલે શુક્રવારે મુંબઈ તેમજ દિલ્લીમાં 6 આરોપીઓના ઘર તેમજ ઑફિસે રેડ પાડવામાં આવી હતી.
રેડ દરમિયાન 30 લાખ રૂપિયાની રોકડ અને અમુક દસ્તાવેજો મળી આવ્યા છે. ચારે પર આરોપ છે કે તેમણે કથિત રીતે મુંબઈના એક વેપારી પાસેથી પૈસા વસૂલ્યા. આરોપીઓની ઓળખ કેન્દ્રીય વસ્તુ તેમજ સેવા કર(સીજીએસટી)ના દક્ષિણ મુંબઈ અધિક્ષક અમિત દલાલ, સીએ ગોપાલ ભટેર તેમના એક કર્મચારી હેમંત મોતીવરસ અને સીએ રમેશ પરમાર તરીકે થઈ છે.આરોપ છે કે તેમણે ફરિયાદકર્તા પાસેથી ટેક્સ ન ભરવા માટે તેને ધરપકડથી બચાવવા માટે 15 લાખ રૂપિયાની માંગ કરી હતી અને અધિક્ષક અમિત દલાલે તેમાંથી એક સીએના કહેવા પર વેપારી પાસેથી પૈસાની વસૂલી કરવા માટે કહ્યુ હતુ.
મળતી માહિતીના આધારે સીબીઆઈએ આરોપીઓને પકડવા માટે જાળ પાથરી અને સીએના કર્મચારીને એ સમયે પકડી લીધો જ્યારે તે વેપારી પાસેથી સાત લાખ રૂપિયા વસૂલી રહ્યો હતો. જ્યારે બીજા સીએને પોતાના કર્મચારીના નિર્દેશ પર મોતીવરસને 5 લાખ રૂપિયાની રકમ આપતા પકડવામાં આવ્યો જેને કથિત રીતે અધિક્ષકે પૈસા ભેગા કરવા માટે કહ્યુ હતુ. આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા જેમણે તેમને 28 માર્ચ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દીધા.
આ રાજ્યોમાં સાર્વજનિક હોળી મનાવવા પર પ્રતિબંધ, જાણો ગાઈડલાઈન