For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI પર અરુણ જેટલીઃ CVCની મોનીટરીંગમાં SIT કરશે આરોપી અધિકારીઓની તપાસ

સીબીઆઈમાં મચેલા ઘમાસાણ બાદ પહેલી વાર કેન્દ્ર સરકાર તરફથી આ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈમાં મચેલા ઘમાસાણ બાદ પહેલી વાર કેન્દ્ર સરકાર તરફથી આ નિવેદન આવ્યુ છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર ઘટનાક્રમ પર નાણાંમંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આ એક ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ અને વિચિત્ર સ્થિતિ છે. દેશની મુખ્ય તપાસ એજન્સીએ બે અધિકારીઓ પર આરોપ લાગ્યા છે. તેમણે કહ્યુ કે સીબીઆઈના ડાયરેક્ટર પર સ્પેશિયલ ડાયરેક્ટરે આરોપ લગાવ્યા છે અને સ્પેશિયલ ડાયરેક્ટર પર સીબીઆઈએ આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ આલોક વર્મા-અસ્થાનાને છુટ્ટી પર મોકલાયા, એમ નાગેશ્વરને CBI ચીફની જવાબદારીઆ પણ વાંચોઃ આલોક વર્મા-અસ્થાનાને છુટ્ટી પર મોકલાયા, એમ નાગેશ્વરને CBI ચીફની જવાબદારી

jaitley

સીબીઆઈ સંકટ પર નાણાંમંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આ એક વિચિત્ર સ્થિતિ, આરોપ લગાવનાર પર આરોપ લાગ્યા છે. અરુણ જેટલીએ કહ્યુ કે તપાસ એજન્સીના બે અધિકારીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે. એવામાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ સરકાર ન કરી શકે. જેટલીએ કહ્યુ કે કેન્દ્ર સરકારની ફરજ માત્ર સુપરવિઝનની છે. તેમણે કહ્યુ, 'મંગળવારે સીવીસીએ જણાવ્યુ કે બંને અધિકારી આ આરોપોની તપાસ ન કરી શકે અને આ અધિકારીઓના નેતૃત્વમાં આની તપાસ સંભવ નથી. એટલા માટે આ તપાસ હવે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને સોંપવામાં આવી છે.' જેટલીએ જણાવ્યુ કે જ્યાં સુધી એસઆઈટી તપાસ પૂરી ન કરી લે ત્યાં સુધી આ અધિકારીઓએ રજા પર રહેવુ પડશે.

આ પણ વાંચોઃ જાણો કોણ છે સીબીઆઈના નવા પ્રમુખ એમ નાગેશ્વર રાવઆ પણ વાંચોઃ જાણો કોણ છે સીબીઆઈના નવા પ્રમુખ એમ નાગેશ્વર રાવ

વિપક્ષના આરોપોને જેટલીએ ગણાવ્યા બકવાસ

જેટલીએ કહ્યુ કે નિષ્પક્ષ તપાસ માટે આ પગલાં લેવામાં આવ્યા છે. એટલા માટે સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવવાનો કોઈ આધાર બનતો નથી. પોતાના ઉપર લાગેલા આરોપોની તપાસ આ બંને અધિકારીઓ જાતે ન કરી શકે એટલા માટે બંને અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે કોણ ખોટુ અને કોણ સાચુ છે તેની તપાસ અધિકારી પોતે ન કરી શકે. વળી, સીબીઆઈ સંકટને કોંગ્રેસ પક્ષ અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા રાફેલ સાથે જોડવાને જેટલીએ બકવાસ ગણાવ્યુ હતુ.

English summary
cbi bribery case: SIT not functioning under either of these officers will investigate, says jaitley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X