
CBI કોર્ટે રામ રહીમને રણજીત સિંહ હત્યાકાંડમાં દોષી કરાર, અન્ય 4 પણ દોષી
હરિયાણાના પંચકુલા ખાતેની વિશેષ CBI કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને દોષિત ઠેરવ્યા છે. રામ રહીમ ઉપરાંત કોર્ટે અન્ય ચાર લોકોને પણ દોષિત ઠેરવ્યા છે. રણજીત સિંહ ડેરાનો મેનેજર હતો, જેની ઘણા વર્ષો પહેલા હત્યા કરવામાં આવી હતી. આ મામલો CBI ને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં CBI દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસની સુનાવણી આ વર્ષે ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી. આખરે રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવ્યો. હવે સજાની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.
રણજીત સિંહની 2002 માં હત્યા કરવામાં આવી હતી
સીબીઆઈ તપાસ અનુસાર, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ આ કેસમાં મુખ્ય ગુનેગાર છે. ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યા રામ રહીમે કરી હતી. વર્ષ 2002 માં તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પુરાવા એકઠા કરીને રામ રહીમ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી. જે બાદ મામલો CBI ની વિશેષ અદાલતમાં પહોંચ્યો.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરાયા હતા
રામ રહીમ પર આ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. છેલ્લા દિવસે એટલે કે 18 ઓગસ્ટના રોજ, ફરિયાદીને આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. રામ રહીમ વિરુદ્ધ ચાલી રહેલા કેસ ઓગસ્ટના બીજા સપ્તાહમાં CBI ના જજ ડો.સુશીલ કુમાર ગર્ગની કોર્ટમાં ચર્ચામાં આવ્યા હતા. જ્યાં બચાવની અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ રામ રહીમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યો હતો.