For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલોક વર્માને હટાવવા પર વિવાદ, કપિલ સિબ્બલ બોલ્યા- પાંજરાનો પોપટ પાંજરામાં જ રહેશે

આલોક વર્મા મામલે બોલ્યા સિબ્બલ- પાંજરાનો પોપટ પાંજરામાં જ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને જસ્ટિસ એકે સીકરીની સભ્યતાવાળી પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈ ડિરેક્ટર પદથી હટાવવાને લઈ વિપક્ષી દળ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ આ મામલે ટોણું માર્યું છે. કપિલ સિબ્બલે સીબીઆઈને 'પિંજરાનો પોપટ' ગણાવી. કપિલ સિબ્બલે કહ્યું કે પાંજરાનો પોપટ પાંજરામાં જ રહેશે.

આલોક વર્મા પર કપિલ સિબ્બલનું વ્યંગ

આલોક વર્મા પર કપિલ સિબ્બલનું વ્યંગ

સીબીઆઈ વિવાદ પર ટોણું માકતાં દિગ્ગજ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું કે 'આલોક વર્માને હટાવીને કમિટીએ એ સુનિશ્ચિત કર્યું છે કે પાંજરાનો પોપટ ક્યાંય ઉડી ન શકે, તેમને એ વાતનો ડર હતો કે પાંજરાનો પોપટ સરકાની ક્યાંક પોલ ન ખોલી દે, માટે પિંજરાનો પોપટ પિંજરામાં જ રહેશે.'

સિલેક્ટ કમિટીએ આલોક વર્માને સીબીઆઈ ડિરેક્ટર પદથી હટાવી દીધા

આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટર પદથી હટાવીને અગ્નિશમન સેવા, નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડના મહાનિદેશક બનાવવામાં આવ્યા છે. કાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યો સભ્યોની સમિતિને આલોક વર્માને તેમના પદ પરથી હટાવવાનો ફેસલો લીધો હતો. આ કમિટીએ આલોક વર્મા વિરુદ્ધ 2-1થી ફેસલો સંભળાવ્યો. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આલોક વર્માને હટાવવાની વિરુદ્ધ હતા જ્યારે જસ્ટિસ સીકરી અને પીએમ મોદી આલોક વર્માની વિરુદ્ધ હતા જ્યારે જસ્ટિસ સીકરી અને પીએમ મોદી આલોક વર્મા વિરુદ્ધ તપાસ ચાલુ રાખવા સુધી તેમના પદથી હટાવવાના પક્ષમાં હતા.

સીવીસીએ કરી વર્મા વિરુદ્ધ અપરાધિક તપાસની ભલામણ

સીવીસીએ કરી વર્મા વિરુદ્ધ અપરાધિક તપાસની ભલામણ

જ્યારે, સીવીસીએ પોતાના તપા રિપોર્ટમાં આલોક વર્મા વિરુદ્ધ અપરાધિક તપાસની ભલામણ કરી છે. સીવીસીએ આલોક વર્માના આચરણને મોઈન કુરેશી મામલામાં સંદિગ્ધ જણાવ્યા છે. એક વરિષ્ઠ અધિકારી શરદ કુમાર અને ટીએમ ભસીને પોતાના રિપોર્ટમાં કહ્યું કે આલોક વર્માએ સીબીઆઈની અંદર બે એવા અધિકારીઓ જાણી જોઈને સામેલ કર્યા જેની વિરુદ્ધ નકારાત્મક રિપોર્ટ હતો.

CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદનCBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન

English summary
cbi director removed by select committee, kapil sibbal says The caged parrot will remain caged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X