For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શારદા ચિટફંડ ગોટાળામાં સીબીઆઇએ દાખલ કરી પ્રથમ ચાર્જશીટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: પશ્વિમ બંગાળના શારદા ગોટાળામાં સીબીઆઇએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. ચાર્જશીટમાં તૃણમૂલના સસ્પેંડેડ સાંસદ કૃષાણ ઘોષનું નામ છે. કલકત્તામાં બેંકશાલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સૌથી મોટું નામ સસ્પેંડેડ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કૃષાલ ઘોષનું છે.

આ ઉપરાંત શારદા કંપનીના માલિક સુદિપ્તો સેન, તેમની સહયોગી દેબજાની મુખર્જી સહિત તેમની પાંચ કંપનીઓના નામ ચાર્જશીટમાં છે. આ ચાર્જશીટ શારદા ટૂર્સ એંડ ટ્રાવેલ્સ મુદ્દે દાખલ કરવામાં આવી છે.

sudipto sen

આરોપ છે કે શારદા ટૂર્સ એંડ ટ્રાવેલ્સને ખોટી રીતે આઇઆરસીટીસી દ્વારા ભારત તીર્થ પ્રોજેક્ટ માટે લોજિસ્ટિક્સ સપોર્ટ આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. ભારત તીર્થ યોજનાની જાહેરાત 2010-11 રેલમંત્રી રહી ચૂકેલા મમતા બેનર્જીએ કરી હતી.

સીબીઆઇએ શારદા ગોટાળાની આ ચાર્જશીટને પ્રાથમિક ચાર્જશીટનું નામ આપવામાં આવ્યું છે. એટલે કે પછી તે સપ્લીમેંટ્રી ચાર્જશીટ પણ દાખલ કરી શકે છે. 28 ઓક્ટોબરથી આ ગોટાળાની સુનાવણી શરૂ થશે. હજારો કરોડના શારદા ચિટફંડ ગોટાળાના ઘણા કેસમાંથી આ એક છે.

English summary
The CBI on Wednesday filed its first chargesheet in the Saradha scam, naming scam kingpin Sudipta Sen, his close aide Debjani Mukherjee and suspended Trinamool Congress parliamentarian Kunal Ghosh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X