For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આદર્શ કૌભાંડમાં શિંદેની સીબીઆઇની ક્લીન ચીટ

|
Google Oneindia Gujarati News

sushilkumar-shinde
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : સીબીઆઇએ બહુચર્ચિત આદર્શ સોસાયટી ગોટાળામાં કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને ક્લીન ચિટ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકર્તા પ્રવીણ વાતેગાંવકરે બોમ્બે હાઇકોર્ટને એક આવેદન આપીને સીબીઆઇને એવો નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો હતો કે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેને આદર્શ સોસાયટી ગોટાળામાં આરોપી બનાવવામાં આવે. કારણ કે તેઓ કથિત રીતે આ ઇમારતમાં એક બેનામી ફ્લેટના માલિક છે. પ્રવીણ વાતેગાંવકરનો આરોપ છે કે શિંદેએ સોસાયટીના સભ્યના રૂપમાં મેજર એન ખાનખોજેને સામેલ કરવાની સલાહ આપી હતી.

તેના જવાબમાં સીબીઆઇએ સૌગંદનામુ દાખલ કરીને બોમ્બે કોર્ટને જણાવ્યું કે કૌભાંડની તપાસ દરમિયાન એવું કોઇ તથ્ય સામે નથી આવ્યું જેનાથી માની શકાય કે સુશીલ શિંદેએ પોતાના સરકારી પદનો ખોટો ઉપયોગ કર્યો હોય. જેનાથી રિટાયર્ડ સેના અધિકારી એન એમ ખાનખોજેને આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સામેલ કરવામાં આવે.

સીબીઆઇએ જણાવ્યું કે કોઇ પ્રકારની ચાલની જાણ થતી નથી. તપાસ દરમિયાન જે હકીકતો બહાર આવી છે તેના આધારે સીબીઆઇને લાગતું નથી કે આદર્શ કૌભાંડમાં સુશીલ કુમાર શિંદેને આરોપી બનાવવામાં આવે.

સીબીઆઇએ પોતાના સોગંદનામામાં એમ પણ જણાવ્યું કે અમને શિંદે અને મેજર ખાનખોજે વચ્ચે કોઇ પારિવારિક સંબંધ હોવાની પણ જાણ થઇ નથી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છેકે પ્રમોટર કન્હૈયાલાલ ગિડવાનીએ સોસાયટીમાં બિન સૈનિક ક્ષેત્રના લોકોને પણ સામેલ કર્યા હતા.

English summary
CBI gives clean chit to union home minister Sushil Kumar Shinde in Adarsh scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X