• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સીબીઆઇના આ સાત પ્રશ્નોના જવાબ આપવા પડશે પવન બંસલે

|
pawan-bansal
નવી દિલ્હી, 13 મેઃ ભાણાના લાંચકાંડના ખુલાસા બાદ પવન બંસલની રેલમંત્રીની ખુરશી સરકારે લઇ લીધી છે. બંસલ હવે મંત્રી રહ્યાં નથી. મંત્રી પદ છીનવાયા બાદથી હવે સીબીઆઇ તેમના પર શિકંજો કસી રહી છે. રેલવે લાંચકાડના ખુલાસા બાદ બંસલની મુશ્કેલીઓ વધી ગઇ છે. મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇએ રેલવેના કેટલાક અધિકારીઓની પૂછપરછ કરી અને તેમને સમન્સ પાઠવ્યા છે.

સીબીઆઇને શંકા છે કે રેલવેના આ મોટા ખેલમા ઘણા મોટા અધિકારીઓ સામેલ હોઇ શકે છે. સીબીઆઇ આ બધાને પૂછપરછ કરીને લાંચકાંડની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. આ કડીમાં જાડાવા દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે સીબીઆઇ ટૂંકસમયમાં પૂર્વ રેલવેમંત્રી પવન બંસલની પણ પૂછપરછ કરી શકે છે.

માનવામા આવી રહ્યું છેકે, સીબીઆઇની એક વિશેષ ટીમ પવન બંસલની પૂછપરછ કરી શકે છે. બંસલની પૂછપરછ કરવા માટે સીબીઆઇ પ્રશ્નો તૈયાર કરી રહી છે અને ગમે તે સમયે પૂછપરછનો દોર શરૂ થઇ શકે છે. સીબીઆઇ સંપૂર્ણ તૈયારી સાથે બંસલને ઘેરવા માગે છે. માનવામાં આવી રહ્યું છે કે સીબીઆઇ મહેશ કુમારના સંબંધોને લઇને બસંલને પ્રશ્નો પૂછી શકે છે. કેવા હોઇ શકે છે સીબીઆઇના પ્રશ્નો-

-- સીબીઆઇ પૂછી શકે છે કે શું પવન બંસલ મહેશ કુમારને મળ્યા હતા?

-- જો મળ્યા હતા તો કેટલીવાર મળ્યા હતા?

-- શું મુંબઇ જતી વખતે મહેશ કુમારની સાથે બંસલ પણ હતા?

-- એ બન્ને વચ્ચે શું-શું વાત થઇ હતી?

-- વિજય સિંગલાએ કેટલીવાર મહેશ કુમાર સાથે તેમની મુલાકાત કરાવી હતી?

-- વિજય સિંગાલ અને પવન બંસલ વચ્ચે કેવા પ્રકારના વ્યવસાયિક સંબંધો છે?

-- શું બંસલને ખબર હતી કે સિંગલાએ તેમના પીએની મુલાકાત મહેશ કુમાર સાથે કરાવી હતી?

English summary
CBI may ask these seven Question to Formal Railaway Minister Pawan Kumar Bnasal regarding Railway Bribery Scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more