CBI ઓફિસથી પરત ફર્યા મનીષ સિસોદિયા, કહ્યું-મને અંદર AAP છોડવા કહેવાયુ!
દિલ્હીમાં કેજરીવાલ સરકારની શરાબ નીતિને લઈને વિવાદનો માહોલ છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈ ઓફિસમાં 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
નવી દિલ્હી : દિલ્હીમાં કેજરીવાલ સરકારની શરાબ નીતિને લઈને વિવાદનો માહોલ છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈ ઓફિસમાં 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ મનીષ સિસોદિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના પર આમ આદમી પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું. આ સાથે તેણે દાવો કર્યો કે તમામ કેસ નકલી છે.

પુરો કેસ નકલી છે-સિસોદિયા
મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મેં સીબીઆઈ ઓફિસમાં જોયું કે કોઈ કૌભાંડનો કોઈ મુદ્દો નથી. 9 કલાકની પૂછપરછ બાદ મને સમજાયું કે આખો કેસ નકલી છે. આ કેસ મારી સામેના કૌભાંડની તપાસ માટે નથી પરંતુ દિલ્હીમાં ઓપરેશન લોટસને સફળ બનાવવા માટે છે.

CBI ઓફિસમાં AAP છોડવા કહેવાયુ
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, મને CBI ઓફિસમાં AAP છોડવા કહેવામાં આવ્યું, નહીં તો મારી સામે આવા કેસ નોંધાતા રહેશે. મને કહેવામાં આવ્યું કે સત્યેન્દ્ર જૈન સામે સાચા કેસ શું છે? મેં કહ્યું કે હું ભાજપ માટે AAP નહીં છોડુ. તેઓએ કહ્યું કે તેઓ મને સીએમ બનાવશે.

મંગળવાર માટે કોઈ સમન નહીં
સિસોદિયાની આગળની પૂછપરછ અંગે, કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીએ કહ્યું કે,સીબીઆઈ મનીષ સિસોદિયા દ્વારા આપવામાં આવેલા જવાબોનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો તેમને પછીથી ફરીથી બોલાવવામાં આવશે. સિસોદિયાને મંગળવાર માટે હજુ સુધી કોઈ સમન્સ મળ્યું નથી.બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મનીષ સિસોદિયા વિશે કહ્યું કે, મનીષ સિસોદિયાને લોકોના દબાણ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે.

સિસોદિયાના આરોપ પર જવાબ
CBI તપાસ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાના નિવેદન બાદ બીજેપીએ પલટવાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ તેમને ભ્રષ્ટ ગણાવ્યા છે. આ સાથે તેમના નિવેદનને જશ્ન-એ-ભ્રષ્ટાચાર કહેવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
