For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપકેસ: બીજેપી વિધાયકે કર્યો રેપ, સીબીઆઈ ઘ્વારા પુષ્ટિ

સીબીઆઈ ઘ્વારા ઉન્નાવ રેપ કેસમાં ફસાયેલા બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર પર લાગેલા આરોપો વિશે પુષ્ટિ કરવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સીબીઆઈ ઘ્વારા ઉન્નાવ રેપ કેસમાં ફસાયેલા બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર પર લાગેલા આરોપો વિશે પુષ્ટિ કરવામાં આવી છે. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને એવા પુરાવા મળ્યા છે કે જેના આધારે સાબિત થાય છે કે બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરે યુવતીનો રેપ કર્યો છે. આ મામલે શરૂઆતમાં પોલીસ ઘ્વારા લાપરવાહી કરવાના પુરાવા પણ મળ્યા છે. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગયા વર્ષે 4 જૂને બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરે યુવતીનો રેપ કર્યો હતો. જયારે તેમની મહિલા સહયોગી શશી સિંહ રૂમ બહાર પહેરો આપી રહી હતી.

યુવતી પોતાના આરોપો પર કાયમ રહી

યુવતી પોતાના આરોપો પર કાયમ રહી

સીબીઆઈ ઘ્વારા જણાવ્યા અનુસાર 4 જૂને બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરે યુવતીનો રેપ કર્યો અને 11 જૂને પીડિતાને 3 યુવકે અપહરણ કરી કારમાં તેનો ગેંગરેપ કર્યો. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફોરેન્સિક જાંચ રિપોર્ટ અને ઘટનાક્રમ ફરી ક્રિયેટ કરવામાં આવ્યું. આ બધા પછી સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપ સાચા છે.

પોલીસે કેસમાં લાપરવાહી કરી

પોલીસે કેસમાં લાપરવાહી કરી

સીબીઆઈ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે યુવતીના મેડિકલ જાંચમાં જાણીજોઈને મોડું કર્યું. પોલીસે આ બધું જાણીજોઈને આરોપીઓ સાથે મીલીભગત હોવાથી કર્યું. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનીય પોલીસે લાપરવાહી કરી અને 20 જૂને નોંધવામાં આવેલા કેસમાં કુલદીપ સિંહ સેંગર અને બીજા કેટલાક લોકોનું નામ બહાર રાખ્યું. એટલું જ નહીં પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં પણ ખુબ જ મોડું કર્યું.

ચાલતી ગાડીમાં 9 દિવસ સુધી ગેંગરેપ

ચાલતી ગાડીમાં 9 દિવસ સુધી ગેંગરેપ

યુવતીને સીબીઆઈ નિવેદનમાં જણાવ્યું કે શશી સિંહ નોકરીની લાલચ આપીને તેને વિધાયકના ઘરે લઇ ગયી. ત્યારપછી વિધાયકે 4 જૂને યુવતી સાથે બળાત્કાર કર્યો. યુવતીને ચૂપ રહેવા માટે ધમકી આપવામાં આવી. ત્યારપછી 11 જૂને વિધાયકના સહયોગી શુભમ સિંહ, અવધ નારાયણ અને બ્રિજેશ યાદવે યુવતીનું અપહરણ કરી લીધું. 11 જૂન થી 19 જૂન યુવતીને ચાલતી એસયુવીમાં નાખીને તેનો ગેંગરેપ કરતા રહ્યા.

English summary
CBI probe rape charge against unnao mla kuldeep singh sengar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X