For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VVIP હેલીકોપ્ટર કૌભાંડમાં મોટા માથાઓના નામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જૂન: સીબીઆઇએ આંગ્લ-ઇતાલવી કંપની અગસ્તા વેસ્ટલેંડની સાથે મહત્વપૂર્ણ વ્યક્તિઓ (VVIP) માટે 3600 કરોડ રૂપિયાના સોદામાં લાંચના આરોપની તપાસના સિલસિલામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણની પૂછપરછ કરી છે.

સીબીઆઇ સૂત્રોએ જાણકારી આપી કે ડિલના મામલામાં 80 વર્ષીય નારાયણને પોતાનું નિવેદન નોંધાવવા માટે સીબીઆઇના અધિકારીઓ સમક્ષ હાજર રહેવા જણાવાયું હતું. નારાણય એ સમૂહમાં સામેલ હતા જેણે હેલિકોપ્ટર ખરીદતા પહેલા તમામ પ્રક્રિયાઓને જોઇ હતી.

agusta westland
પશ્ચિમ બંગાળના ગવર્નર પહેલા નારાયણન સુરક્ષા સલાહકાર હતા. સૂત્રો અનુસાર નારાયણને ગોવાના રાજ્યપાલ બીવી વાંચૂની સાથે 2005માં થયેલી એ બેઠકમાં હાજર રહ્યા હતા જેમાં હેલીકોપ્ટરની ટેકનીકલ વિશેષતાઓમાં પ્રમુખ ફેરફારની પરવાનગી આપી. આ કારણે સાક્ષી તરીકે નારાયણનનું નિવેદન રેકોર્ડ કરવાની જરૂરીયાત જણાઇ.

સીબીઆઇએ સોદામાં 360 કરોડ રૂપિયાની લાંચ મામલાની તપાસના સંદર્ભમાં તેમનું નિવેદન રેકોર્ડ કરવાની પરવાનગી માંગી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં યૂપીએ સરકારે આ ડિલને રદ્દ કરી દીધી હતી.

English summary
CBI today questioned West Bengal Governor M K Narayanan as a witness in connection with its probe into allegations of bribery in the Rs 3600-crore VVIP chopper deal with Anglo-Italian firm AgustaWestland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X