For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, CBIએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું

સોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, કોર્ટમાં CBIએ કહ્યું...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ મુંબઈમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટને જણાવ્યું કે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિનાં એન્કાઉન્ટર ફેક હતાં. વર્ષ 2005માં સોહરાબુદ્દીન રાજસ્થાન અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મારવામાં આવ્યો હતો, જ્યારે તુલસીરામને વર્ષ 2006માં એક અથડામણ દરિયાન મારવાનો પોલીસે દાવો કર્યો હતો. સીબીઆઈએ આ બંને એન્કાઉન્ટરને ફેક ગણાવ્યાં છે.

સીબીઆઈની દલીલ, એન્કાઉન્ટર ફેક હતાં

સીબીઆઈની દલીલ, એન્કાઉન્ટર ફેક હતાં

સીબીઆઈનો પક્ષ રાખનાર વકીલ બીપી રાજૂએ ન્યાયાધીશ એસ.જે. શર્મા સમક્ષ સબૂતો રજૂ કર્યાં. સોહરાબુદ્દીન એનકાઉન્ટર વિશે સીબીઆઈના વકીલ બીપી રાજૂએ તે રિપોર્ટ્સ તરફ ઈશારો કર્યો જેમાં રાજસ્થાન પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન ગુજરાતના કોઈ મોટા નેતાને મારવા આવી રહ્યો હતો અને તેના લશ્કર તથા આઈએસઆઈ સાથે સંબંધ હતા. રાજૂએ કહ્યું કે એ સમયે ઉદયપુર જિલ્લામાં સબ ઈન્સપેક્ટર કુંભ સિંહે આવી કોઈ સૂચના મળી હોવાનો ઈનકાર કર્યો હતો. જજે પૂછ્યું કે આ સૂચનાના સૂત્રો વિશે તપાસ કેમ ન કરાઈ.

રાજસ્થાન પોલીસનો દાવો ખોટો

રાજસ્થાન પોલીસનો દાવો ખોટો

બીપી રાજૂએ કહ્યું કે તુલસીરામ પ્રજાપતિએ મરચું પાવડરનો ઉપયોગ કરી બચી નીકળ્યો હોવાની વાત સાચી નથી લાગી રહી. એમણે કહ્યું કે તુલસીરામના ફિંગરપ્રિન્ટ પિસ્તોલ પર પણ નથી મળ્યા, જેના વિશે પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો. વકીલે કહ્યું કે તુલસીરામને એક વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો, જે બાદ 27 નવેમ્બર 2006ના રોજ તે જેલમાંથી ફરાર થઈ જાય છે અને બે દિવસ બાદ 28 નવેમ્બરે તેનું એન્કાઉન્ટર પણ થઈ જાય છે. ભાગતી વખતે તેની પાસે પિસ્તોલ હોય તે કેવી રીતે શક્ય છે. આ દરમિયાન આરોપીઓ તરફથી વકીલે પોતાની દલીલો રજૂ કરી.

જજે સીબીઆઈને ફટકાર લગાવી

જજે સીબીઆઈને ફટકાર લગાવી

ફરિયાદી પક્ષે સવાલ કર્યો કે સોહરાબુદ્દીનની પાકિટમાંથી મળેલ ટિકિટ પર લોહીનાં નિશાન નથી મળ્યા, જેના વિશે પોલીસે દાવો કર્યો હતો. જેને લઈ શક થાય છે કે જે ટિકિટ જપ્ત કરવામાં આવી તે ખરેખર સોહરાબુદ્દીનના ખિસ્સામાં હતી? જ્યારે અન્ય મળેલી વસ્તુઓમાં લોહીના નિશાન મળ્યાં હતાં. બીજી બાજુ જજે સીબીઆઈ તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ટિકિટને લઈ સ્પષ્ટિકરણ નથી અપાયું કે આ પ્લાન કોણે કર્યો હતો. જજે સીબીઆઈને સરખી રીતે તપાસ ન કરવા બદલ ફટકાર લગાવી. અદાલત સીબીઆઈની ચાર્જશીટમાં હાજર કેટલીય ખામીઓને જોતા તેને એક વણઉકેલ્યું પઝલ ગણાવ્યું. જ્યારે સાક્ષીઓ ફરી જવા બાબતે સીબીઆઈએ કહ્યું કે તપાસમાં જો કોઈ કમી રહી ગઈ હોય તો પણ આ આધાર પર આરોપીને છોડી મૂકવાનો લાભ ન આપી શકાય. આ મામલાની સુનાવણી મંગળવારી પણ યથાવત રહેશે.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરઃ અંતિમ દલીલો પર સીબીઆઈ કોર્ટમાં આજથી સુનાવણીસોહરાબુદ્દીન એન્કાઉન્ટરઃ અંતિમ દલીલો પર સીબીઆઈ કોર્ટમાં આજથી સુનાવણી

English summary
cbi reiterated in court that Sohrabuddin Shaikh and Tulsiram Prajapati encounters were fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X