• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પી ચિદમ્બરમના ઘરમાં દિવાલ કૂદીને ઘૂસ્યા CBIના અધિકારીઓ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે બુધવારની સાંજે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કૉન્ફરન્સ કરી ત્યારબાદ CBIની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ. ચિદમ્બરના ઘરના દરવાજા બંધ હોવાના કારણે CBIના અધિકારીઓ દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી ગયા. સીબીઆઈની ટીમ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરના જોર બાગ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર જમા થઈ ગયા. CBI ટીમના પહોંચ્યા બાદ થોડી વાર બાદ જ ઈડીની ટીમ પણ પહોંચી ગઈ. હાલમાં તેમણે કહ્યુ, 'હું કાયદાથી ભાગ્યો નથી. હું ન્યાય મેળવવાની કોશિશ કરી રહ્યો હતો. હું મારુ માથુ ઉંચુ કરીને રહીશ. જીવન અને આઝાદીમાં બેઝીઝક આઝાદી પસંગ કરીશ અને આઝાદી માટે લડવુ પડે છે. INX મામલે મારી સામે આરોપ નથી. શુક્રવાર સુધી એજન્સીએ રોકાવુ જોઈએ.' પ્રેસ કૉન્ફરન્સમાં તેમની સાથે સલમાન ખુરશીદ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી પણ હાજર હતા.

તમને જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા મામલે આરોપનો સામનો કરી રહેલ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ બુધવારે સાંજે નાટકીય ઢંગથી કોંગ્રેસ મુખ્યાલયના મીડિયા હૉલમાં પત્રકારોને સંબોધિત કરતા એ દાવો કર્યો. પત્રકારો સાથે વાતચીત બાદ ચિદમ્બરમ રાજધાનીના જોરબાગ સ્થિત પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયા. આ નિવાસ સ્થાને કાલે રાતે ઈડીના અધિકારીઓએ તેમના નામથી એક નોટિસ આપી હતી. ચિદમ્બરમે પત્રકારોને કહ્યુ, 'મને લાગે છે કે લોકતંત્રનો પાયો સ્વતંત્રતા છે. મે સ્વતંત્રતાને પસંદ કરી છે.' તેમણે કહ્યુ કે છેલ્લા 24 કલાકમાં ઘણુ બધુ થયુ જેનાથી ઘણા લોકોને ચિંતા થઈ અને ભ્રમની સ્થિતિ પેદા થઈ. ચિદમ્બરમે કહ્યુ, 'હું કોઈ ગુનાનો આરોપી નથી. મારા પરિવારનો કોઈ સભ્ય આ કેસમાં આરોપી નથી.' તેમણે કહ્યુ કે આવી ધારણા પેદા કરવામાં આવી રહી છે કે મોટો ગુનો થયો છે અને તેમણે અને તેમના પુત્રએ ગુનો કર્યો છે, આ બધુ ખોટુ છે.

ચિદમ્બરમે કહ્યુ, 'મે આગોતરા જામીનની માંગ કરી. મારા વકીલોએ સર્વોચ્ચ અદાલત માટે માંગ કરી કે સુનાવણી કરવામાં આવે. હું આખી રાત વકીલો સાથે કામ કરી રહ્યો હતો. આજે આખો દિવસ પણ વકીલો સાથે કામ કરી રહ્યો હતો.' તેમણે કહ્યુ, 'હું કાયદાથી બચી નથી રહ્યો. કાયદાના સંરક્ષણનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું અદાલતના આદેશનું સમ્માન કરુ છુ. હું કાયદાનું પાલન કરીશ. હું માત્ર એ જ આશા રાખીશ કે તપાસ એજન્સીઓ પણ કાયદાનું સમ્માન કરશે.' ઉલ્લેખનીય છે કે આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્લી હાઈકોર્ટમાંથી આગોતરા જીન અરજી ફગાવી દેવાયા બાદ સીબીઆઈ અધિકારી મંગળવારે ચિદમ્બરના દિલ્લી સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા પરંતુ ત્યાં તેમની સાથે મુલાકાત ન થવા પર અધિકારીઓએ એક નોટિસ આપી તેમને બે કલાકમાં હાજર થવાના નિર્દેશ આપ્યા.

આના જવાબમાં ચિદમ્બરની કાયદાકીય ટીમે કહ્યુ કે નોટિસમાં કાયદાની એ જોગવાઈનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે જે હેઠળ તેમને બોલાવી શકાય. સાથે તેમણે તેમને સર્વોચ્ચ અદાલતમાં બુધવારે સવારે તેમની અરજી પર સુનાવણી થતા પહેલા કોઈ બળપૂર્વક કાર્યવાહી ન કરવાની અપીલ પણ કરી. સીબીઆઈ ટીમ બુધવારે સવારે એક વાર ફરીથી ચિદમ્બરમના નિવાસ સ્થાને પહોંચી હતી. ઈડીએ તેમની સામે લુકઆઉટ નોટિસ પણ આપી છે. ચિદમ્બરમને સર્વોચ્ચ અદાલતમાંથી બુધવારે કોઈ પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટ હવે પૂર્વ નાણામંત્રીની અરજી પર શુક્રવારે સુનાવણી કરશે.

આ પણ વાંચોઃ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડઆ પણ વાંચોઃ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ

English summary
cbi team reaches at p chidambarams house and climb wall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X