For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એટર્ની જનરલઃ CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા સરકારની એક્શન જરૂરી હતી

એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કહ્યુ કે જે રીતે પરિસ્થિતિ બની ગઈ હતી અને સીબીઆઈના બે મોટા અધિકારીઓ સમગ્ર મામલાને જાહેરમાં લઈ ગયા હતા તેનાથી સરકાર ચિંતિત હતી.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની યાચિકા પર સુનાવણી ચાલુ છે. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કહ્યુ કે જે રીતે પરિસ્થિતિ બની ગઈ હતી અને સીબીઆઈના બે મોટા અધિકારીઓ સમગ્ર મામલાને જાહેરમાં લઈ ગયા હતા તેનાથી સરકાર ચિંતિત હતી. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની યાચિકા પર આજે સુનાવણી કરી રહી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના આ બે ફોટાએ તોડી દીધા લોકપ્રિયતાના બધા રેકોર્ડઆ પણ વાંચોઃ પીએમ મોદીના આ બે ફોટાએ તોડી દીધા લોકપ્રિયતાના બધા રેકોર્ડ

‘વર્માને માત્ર રજા પર મોકલવામાં આવ્યા હતા, CBI ડાયરેક્ટર આજે પણ એ જ'

‘વર્માને માત્ર રજા પર મોકલવામાં આવ્યા હતા, CBI ડાયરેક્ટર આજે પણ એ જ'

કોર્ટે કહ્યુ કે શું પુરાવો છે કે આલોક વર્મા આ લડાઈને જાહેરમાં લઈ ગયા હતા, જેના જવાબમાં એટર્ની જનરલે અમુક વર્તમાનપત્રોના કટિંગ કોર્ટને સોંપ્યા. કે કે વેણુગોપાલે કહ્યુ કે આલોક વર્માને માત્ર રજા પર મોકલવામાં આવ્યા હતા, CBI ડાયરેક્ટર આજે પણ એ જ છે. તેમણે કહ્યુ કે પરિસ્થિતિ એવી બની ગઈ હતી તે સરકાર દખલ દેવી પડી. CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા માટે સરકારની એક્શન જરૂરી હતી.

કે કે વેણુગોપાલ બોલ્યા - ઝઘડાની જાણકારી અખબારો અને મીડિયાને છે

કે કે વેણુગોપાલ બોલ્યા - ઝઘડાની જાણકારી અખબારો અને મીડિયાને છે

તેમણે કોર્ટને જણાવ્યુ કે સરકાર જોઈ રહી હતી કે મોટા અધિકારી કઈ રીતે એકબીજા સે આરોપ લગાવી રહ્યા હતા અને આ લોકો વચ્ચે ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. તેમણે કહ્યુ કે CBIના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલ વિવાદ અને ઝઘડાની જાણકારી વર્તમાનપત્રો અને મીડિયાને છે. બધુ પબ્લિક ડોમેનમાં છે.

આલોક વર્માની યાચિકા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

આલોક વર્માની યાચિકા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

વિવાદ દરમિયાન આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે 29 નવેમ્બરે થયેલી છેલ્લી સુનાવણીમાં આલોક વર્માને રાહત મળી નહોતી. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 5 ડિસેમ્બર સુધી ટાળી દીધી હતી. આલોક વર્માએ કેન્દ્ર સરકારના તેમને રજા પર મોકલી દેવાના નિર્ણયને પડકાર્યો હતો.

આ પણ વાંચોઃ મા-દીકરાને કોર્ટ સુધી લઈ ગયો, હવે જોઉ છુ કેવી રીતે બચીને નીકળે છેઃ મોદીઆ પણ વાંચોઃ મા-દીકરાને કોર્ટ સુધી લઈ ગયો, હવે જોઉ છુ કેવી રીતે બચીને નીકળે છેઃ મોદી

English summary
CBI vs CBI: hearing in Supreme Court on Alok Verma's plea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X