CBSE 10th Result 2019: સીબીએસઈના 10માં ધોરણના પરિણામ જાહેર, અહીં જુઓ પરિણામ
CBSEની પરીક્ષાના 10માં ધોરણનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે. બધા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ (CBSE Board Result 2019) બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર જોઈ શકે છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ ઉપરાંત ગૂગલ દ્વારા અને SMS Organizer પર પણ પરિણામ જોઈ શકશે. આ પહેલા ગુરુવારે સીબીએસઈના 12માં ધોરણના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પીએમ મોદી પર કોંગ્રેસનો મોટો આરોપ, 'ભાજપ અધ્યક્ષના નિધન બાદ કરી તેમના પ્લૉટની ચોરી'

આ રીતે જુઓ પરિણામ
આ પ્રક્રિયાને ફોલો કરીને તમે પરિણામ જોઈ શકો છો.
cbseresults.nic.in પર જાવ.
Secondary School Examination (Class-X) 2019ની લિંક પર ક્લિક કરો.
પરિણામ પેજ ખુલવા પર પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર, સેન્ટર નંબર અને એડમિટ કાર્ડ નાખો.
સબમિટ કરવા સાથે જ તમારુ પરિણામ તમારી સ્ક્રીન પર આવી જશે.
નીચે આપેલ લિંક ક્લિક કરો.
http://cbseresults.nic.in/class10/class10th19.htm
|
કુલ પાસ ટકા 91.1%
ગઈ વખતની જેમ આ વખતે પણ છોકરીઓએ બાજી મારી છે. 79.40 ટકા છોકરાઓની તુલનામાં 88.70 ટકા છોકરીઓ પાસ થઈ છે. મોટી સંખ્યામાં છોકરીઓએ ટૉપ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટૉપ ત્રણમાં 23 વિદ્યાર્થીઓ છે, જેમાં 16 છોકરીઓ શામેલ છે. સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષામાં કુલ પાસ ટકા 91.1% છે. ત્રિવેન્દ્રમ (99.85%), ચેન્નઈ (99%) અને અજમેર (95.89%) ટૉપ રીજન છે.

12માં ધોરણમાં હંસિકા શુક્લા-કરિશ્મા અરોરા સંયુક્ત ટૉપર રહી
ગયા વર્ષે સીબીએસઈ ધોરણ 10નું પરિણામ 86.70 ટકા રહ્યુ હતુ. સીબીએસઈએ 2 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી 27 લાખ વિદ્યાર્થીઓ માટે 10માં ધોરણની પરીક્ષા આયોજિત કરી હતી. સીબીએસઈની 12માં ધોરણની પરીક્ષામા હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરા સંયુક્ત રીતે ટૉપર રહી હતી.