For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE 12th નું પરિણામ જાહેર, 83.1% પરિણામ, નોઈડાની મેઘના બની ટોપર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધુ છે. સીબીએસઈએ 12માંની બધી સ્ટ્રીમ્સનું પરિણામ જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધુ છે. સીબીએસઈએ 12માંની બધી સ્ટ્રીમ્સનું પરિણામ જાહેર કર્યુ છે. આ વખતે 97.32 ટકા સાથે ત્રિવેન્દ્રમ પહેલા નંબર પર છે. વળી, 93.87 ટકા સાથે ચેન્નઈ બીજા અને 89 ટકા સાથે દિલ્હી ત્રીજા નંબર પર છે. પરીક્ષામાં છોકરાઓ કરતાં છોકરીઓએ વધુ સારુ પ્રદર્શન કર્યુ છે. આ વખતે 83.1 ટકા છાત્રો સફળ થયા છે. જેમાં છોકરીઓ 88.31 ટકા અને છોકરાઓ 78.99 ટકા છે. છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 9.32 ટકાનો ગેપ છે.

નોઈડાની મેઘના શ્રીવાસ્તવ બની ટોપર

નોઈડાની મેઘના શ્રીવાસ્તવ બની ટોપર

નોઈડાની મેઘના શ્રીવાસ્તવે 500 માંથી 499 માર્કસ મેળવીને 12 માંની પરીક્ષામાં ટોપ કર્યુ છે. નોઈડાની સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલની આર્ટ્સ સ્ટ્રીમની મેઘનાને અંગ્રેજીમાં 100 માંથી 99, ઈતિહાસમાં 100, ભૂગોળમાં 100, ઈકોનોમિક્સમાં 100 અને મનોવિજ્ઞાનમાં પણ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. ગાઝિયાબાદની અનુષ્કા ચંદ્રાએ 99.6 ટકા ગુણ સાથે બીજો નંબર મેળવ્યો છે.

મેઘના કેવી રીતે બની ટોપર

મેઘના કેવી રીતે બની ટોપર

આર્ટ્સ સ્ટ્રીમની મેઘનાએ ખુલાસો કર્યો છે કે તે કેવી રીતે ટોપર બની. તેણે જણાવ્યુ કે તેણે આખુ વર્ષ ખૂબ મહેનત કરી અને બહુ બધા પ્રશ્નપત્રો પણ સોલ્વ કર્યા. આ પરિણામ આખા વર્ષની મહેનતનું પરિણામ છે. તેણે કહ્યુ કે તેણે ક્યારેય પોતાના અભ્યાસ માટે કલાકો ગણ્યા નથી. હંમેશા ચેપ્ટર પ્રમાણે અભ્યાસ કર્યો.

મનોવિજ્ઞાનમાં બનાવવા ઈચ્છે છે કેરિયર

મનોવિજ્ઞાનમાં બનાવવા ઈચ્છે છે કેરિયર

મેઘનાએ જણાવ્યુ કે આમાં કોઈ સિક્રેટ નથી. બસ તમારે બહુ જ મહેનત કરવી પડશે અને આખુ વર્ષ મહેનત કરવી પડશે. મે કોઈ દિવસ મારા અભ્યાસના કલાકો ગણ્યા નથી. આખુ વર્ષ તેણે વધુમાં વધુ પ્રશ્રો સોલ્વ કરવાની કોશિશ કરી છે. તેને જ્યારે પણ કોઈ મુશ્કેલી પડતી તો તે પોતાના શિક્ષક પાસે સમસ્યા લઈને જતી. તેણે કહ્યુ કે તેને ઈતિહાસ ખૂબ પસંદ છે પરંતુ તેનો ફેવરેટ વિષય મનોવિજ્ઞાન છે અને તે આગળ તેમાં જ કેરિયર બનાવવા માંગે છે.

માતા-પિતાએ નથી કર્યુ કોઈ વાતનું પ્રેશર

માતા-પિતાએ નથી કર્યુ કોઈ વાતનું પ્રેશર

જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તે આઈએએસ બનવા માંગે છે તો મેઘનાએ કહ્યુ કે તેણે હજુ કંઈ વિચાર્યુ નથી. તેણે કહ્યુ કે તેને સાઈકોલોજી પસંદ છે અને તે તેમાં કઈ મેજર કરવા ઈચ્છે છે. આઈએએસ પર વિચારવું થોડુ જલ્દી કહેવાશે. મેઘનાએ કહ્યુ કે તેને પોતાને વિશ્વાસ નથી આવતો કે તેણે આખા દેશમાં ટોપ કર્યુ છે. તેનું રિઝલ્ટ તેના પિતાએ જોયુ અને પછી ન્યૂઝ પરથી ખબર પડી કે તેણે આખા દેશમાં ટોપ કર્યુ છે. મેઘનાએ કહ્યુ કે તેની સફળતામાં તેના માતાપિતા અને શિક્ષકોનું ઘણુ મોટુ યોગદાન છે. તેના માતાપિતાએ ક્યારેય તેને સારા માર્કસ લાવવા માટે દબાણ નથી કર્યુ.

English summary
cbse 12th board result 2018 india topper meghna srivastava shares her success mantra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X