CBSE Board: કેવી રીતે જોશો ધોરણ 12નું પરિણામ, જાણો
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. પહેલીવાર બની રહ્યું છે જ્યારે સીબીએસઈએ ભારતના તમામ ક્ષેત્રોનું પરિણામ એકસાથે જાહેર કર્યાં હોય. સીબીએસઈના 12મા ધોરણની પરીક્ષામાં હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરા સંયુક્ત રૂપે ટૉપર રહી છે. આ બંને વિદ્યાર્થિનીઓને 500માંથી 499 માર્ક મળ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિવેન્દ્રમ રીઝનનું પરિણામ સૌથી શ્રેષ્ઠ રહ્યું. આ વિસ્તારનું પરિણામ 98.2 ટકા રહ્યું. ચેન્નઈનું પરિણામ 91.87 ટકા રહ્યું.

12મા ધોરણમાં ટૉપ કરનાર બંને વિદ્યાર્થિનીઓ યૂપીની
CBSE 12મીમાં ટૉપ કરનાર બંને વિદ્યાર્થિનીઓ યૂપીની સ્કૂલની છે. સબીએસઈ 12માની પરીક્ષામાં કુલ 84.3 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. હંસિકા શુક્લા ડીપી એસ મેરઠ રોડ, ગાઝિયાબાદની વિદ્યાર્થિની છે જ્યારે કરિશ્મા અરોરા એસડીપી પબ્લિક સ્કૂલ મુઝફ્ફરનગરની વિદ્યાર્થિની છે. ત્રણે વિદ્યાર્થિનીઓ સંયુક્ત રૂપે બીજા સ્થાન પર કબ્જો જમાવ્યો છે અને આ ત્રણેય વિદ્યાર્થિનીઓને 498 માર્ક્સ મળ્યા છે. નિર્મલ આશારામ સ્કૂલ ઋષિકેશની ગૌરાંગી ચાવલા, કેવી રાય બરેલીની ઐશ્વર્યા અને ભવ્યા એસ કે ઈન્ટરનેશનલ સ્કૂલની જિંદ હરિયાણાએ સંયુક્ત રૂપે બીજું સ્થાન મેળવ્યું છે.

અહીં જુઓ તમારું રિઝલ્ટ્સ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડનું 12માનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ આ નિયમો અપનાવી બહુ આસાનીથી પરિણામ જોઈ શકે છે. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને વાલીઓ કે જેમણે બોર્ડનું પરિણામ જોવું હોય તેઓ સૌથી પહેલા સીબીએસઈ રિઝલ્ટ્સની સત્તાવાર વેબસાઈટ પર જાય. સીબીએસઈ બોર્ડના પરિણામ તમને આ વેબસાઈટ પર મળશે. સીબીએસઈની વેબસાઈટ cbse.nic.in, cbseresults.nic.in પર વિદ્યાર્થીઓના પરિણામ અપલોડ કરી દેવમાં આવ્યાં છે.

આવી રીતે જોઈ શકો રિઝલ્ટ
વિદ્યાર્થી પોતાના રોલ નંબર, સ્કૂલનું નામ, કેન્દ્રનું નામ એડમિટ કાર્ડ આઈડી નાખીને પરિણામ જોઈ શકે છે. પોતાનું પરિણામ જોવા માટે તમે એડમિટ કાર્ડને તમારી પાસે રાખો અને આ પ્રોસેસનું પાલન કરી તમારા અંક જોઈ શકો છો. આ માર્કશીટ તમારા પ્રોવિઝનલ માર્કશીટ તરીકે માન્ય હશે. સીબીએસઈ મુજબ પુનઃમુલ્યાંકનની પ્રક્રિયા સાથે જોડાયેલ જાણકારી જલદી જ સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે. સીબીએસઈ બોર્ડ 12માની પરીક્ષામાં આ વર્ષે દીકરીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે. આ વર્ષે છોકરીઓનું પરિણામ 88.70 ટકા રહ્યું જ્યારે માત્ર 79.4 ટકા જ છોકરા પાસ થયા છે. સીબીએસઈ દ્વારા જાહેર વિજ્ઞાપન મુજબ દેશભરમાં કુલ 13 લાખ વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડ 12માની પરીક્ષા આપી હતી. સીબીએસઈ બોર્ડની પરીક્ષા પરિણામ રેકોર્ડ 28 દિવસની અંદર ઘોષિત કરવામાં આવ્યો છે. 16 ફેબ્રુઆરીથી આ પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી.
CBSE 12th Result 2019: બે વિદ્યાર્થીનીઓએ કર્યુ ટૉપ, મળ્યા આટલા ગુણ