• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CBSE Board Exam 2021: આવતીકાલે શિક્ષણ મંત્રી બહાર પાડી શકે છે સીબીએસઈની પરીક્ષાની ડેટશીટ

|

સીબીએસઇના વિદ્યાર્થીઓ આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બરે લાંબા સમયથી સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 ની તારીખો પર સસ્પેન્સ ખતમ થઇ જશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયે બુધવારે કહ્યું હતું કે વાલીઓ અને શાળાઓના સૂચનોના આધારે, અમે 31 ડિસેમ્બરે સીબીએસઈની પરીક્ષાઓ સાથે સંબંધિત બોર્ડની પરીક્ષાઓ અને તારીખ અંગે ચર્ચા કરીશું.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક આવતીકાલે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપશે. શિક્ષણમંત્રીએ કહ્યું છે કે તેઓ આવતીકાલે પરીક્ષાની સંપૂર્ણ રૂપરેખા આપશે. અમે ભવિષ્યની પરીક્ષાઓની તારીખો જાહેર કરવાનો પ્રયાસ કરીશું. મોટી જાહેરાત કરતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે અમે હજી ઓનલાઈન પરીક્ષાના વિકલ્પ અંગે વિચારણા કરી રહ્યા નથી.

શિક્ષણ પ્રધાનના જણાવ્યા મુજબ અમે સામાન્ય રીતે પરીક્ષાઓ લેવાનું વિચારી રહ્યા છીએ. શિક્ષણમંત્રીએ અગાઉ કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સીબીએસઈની 10 મી અને 12 ની પરીક્ષાની તારીખની ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સીબીએસઈની પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં ડેટ શીટ બહાર પાડવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં નિશાંકે કોવિડ -19 મહામરીના સંજોગોને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી સુધી દસમી અને 12 મી બોર્ડની પરીક્ષાઓ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પ્રાયોગિક પરીક્ષાઓ સામાન્ય રીતે જાન્યુઆરીમાં શરૂ થાય છે અને લેખિત પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાય છે.

આ પણ વાંચો: ખેડૂતો સાથે વાતચીન બાદ બોલ્યા તોમર, કહ્યું - બે મુદ્દાઓ પર બની સહેમતી, 4 જાન્યુઆરીએ ફરી મીટીંગ

English summary
CBSE Board Exam 2021: Education Minister may release CBSE exam datesheet tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X