દેશભરના 15 હજાર સેન્ટરમાં લેવાશે CBSEની બાકી બચેલી પરીક્ષાઓ
કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે 25 માર્ચથી લૉકડાઉનનુ એલાન કરી દીધુ હતુ. જેના કારણે CBSEએ પોતાની 10મા અને 12માની અમુક બોર્ડ પરીક્ષાઓ રદ કરવી પડી હતી. થોડા દિવસો પહેલા લૉકડાઉન વચ્ચે પરીક્ષાઓ કરવાની અનુમતિ ગૃહ મંત્રાલય દ્વારા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ સીબીએસઈએ બાકી બચેલી પરીક્ષાઓનુ આયોજન કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશભરમાં 15 હજારથી વધુ સેન્ટર્સ પર આ પરીક્ષાઓ આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ જુલાઈના અંત કે ઓગસ્ટમાં રિઝલ્ટ આવવાની સંભાવના છે.
આ બાબતે માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે 10મા અને 12માની બાકી બચેલી પરીક્ષાઓ દેશભરના 15 હજાર કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે. આ પહેલા બોર્ડે માત્ર 3000 કેન્દ્રો પર પરીક્ષા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નિશંકના જણાવ્યા મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પરીક્ષા કેન્દ્ર નહિ રાખવામાં આવે. આ સાથે જ છાત્રોને પોતાની સાથે માસ્ક અને સેનિટાઈઝર રાખવુ અનિવાર્ય હશે.
સીબીએસઈ બોર્ટ માત્ર 29 વિષયો માટે જ પરીક્ષાઓ આયોજિત કરશે જે પ્રમોશન અને અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે જરૂરી હોય છે. બોર્ડની પરીક્ષાઓ માત્ર 12માં ધોરણના સ્ટુડન્ટ્સને જ આપવાની રહેશે. 10માની પરીક્ષાઓ માત્ર પૂર્વ દિલ્લીના હુલ્લડથી પ્રભાવિત સ્ટુડન્ટ્સને આપવાની રહેશે. બાકી બીજી જગ્યાઓએ સ્ટુડન્ટ્સને 10માંની બાકી બચેલી પરીક્ષાઓ નહિ આપવી પડે. 10મા ધોરણ માટે હિન્દી કોર્સ એ, હિંદી કોર્સ બી, ઈંગ્લિશ કમ્યુનિકેશન, ઈંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર, સાયન્સ અને સોશિયલ સાયન્સ વિષયો માટે પરીક્ષાઓ આયોજિત કરવામાં આવશે.
પીએમ મોદીએ પદ્મશ્રી બલબીર સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ