CBSE ધોરણ 10 નું પરિણામ આજે સાંજે 4 વાગે જાહેર થશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) આજે ધોરણ 10 નું બોર્ડનું પરિણામ આજે જાહેર કરશે. પરિણામ આજે સાંજે 4 વાગે સીબીએસઈની અધિકૃત વેબસાઈટ cbse.nic.in અને cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે. આ પહેલા બોર્ડે 26 મે ના રોજ 12 ધોરણની પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યુ હતુ.
માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સેક્રેટરી અનિલ સ્વરૂપે સોમવારે ટ્વિટ કરીને જણાવ્યુ કે 10 માં ધોરણનું પરિણામ મંગળવારે સાંજે 4 વાગે ઘોષિત કરવામાં આવશે. CBSE દ્વારા 10 માં ધોરણની બોર્ડની પરીક્ષાઓનું આયોજન 5 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે કરવામાં આવ્યુ હતુ જેમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. 10 માં ધોરણની બોર્ડની પરીક્ષાઓમાં ગ્રેડિંગ સિસ્ટમ છે જે અનુસાર જ વિદ્યાર્થીઓનું સીજીપીએ કાઢવામાં આવે છે.
પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ આ રીતે ઓનલાઈન પોતાનું પરિણામ જોઈ શકશે.
CBSE ની અધિકૃત વેબસાઈટ cbse.nic.in, cbseresults.nic.in કે www.results.nic.in પર જાવ.
10 માં ના પરિણામની લિંક પર ક્લિક કરો.
રોલ નંબર નાખીને લૉગ-ઈન કરો.
પરિણામ જોયા બાદ તેને ડાઉનલોડ કરી લો.
જો વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર પોતાનું પરિણામ ન જોઈ શકે તો પણ ઘણી રીતો છે જેના દ્વારા પરિણામ જોઈ શકાય છે.
સર્ચ એન્જિન્સઃ CBSEનું પરિણામ સીધુ સર્ચ એન્જિન પર જઈને પણ જોઈ શકાય છે. વિદ્યાર્થીઓ ગુગલ (www.google.in) અને માઈક્રોસોફ્ટના સર્ચ એન્જિન (www.bing.com) પર સીધા CBSE ધોરણ 10 નું પરિણામ લખીને પોતાનું પરિણામ જોઈ શકાશે. તમારે તમારો રોલ નંબર નાખીને લૉગ-ઈન કરવાનું રહેશે.
UMANG: વિદ્યાર્થીઓ ઉમંગ એપ પર પણ પોતાનું પરિણામ જોઈ શકે છે. આ એપ એન્ડ્રોઈડ, વિન્ડોઝ અને આઈએએમ ત્રણે ઑપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે.
માઈક્રોસોફ્ટના એસએમએસ ઑર્ગેનાઈઝર એપ પર પણ પરિણામ જોઈ શકાય છે.
IVRS: વિદ્યાર્થીઓ IVRS (ઈન્ટરેક્ટિવ વૉઈસ રિસ્પોન્સ સિસ્ટમ) પર કોલ કરીને પણ પોતાનું પરિણામ જાણી શકે છે. દિલ્હી અને અન્ય રાજ્યોના કૉલર 011-24300699 ઉપર કૉલ કરી શકે છે.
SMS: એસએમએમ દ્વારા પણ પરિણામ જાણી શકાય છે. આના માટે વિદ્યાર્થીઓ મેસેજમાં CBSE10Centre Number> ટાઈપ કરીને 7738299899 पर પર મોકલી દો. ધ્યાન રાખો કે જન્મતિથિનું ફોર્મેટ ddmmyyyy રાખવુ.