For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE બોર્ડે કરી ઘોષણા, 10-12નું પરિણામ આવશે આ દિવસે

CBSE એ 10માં અને 12માં ધોરણના પરિણામની તારીખની ઘોષણા કરી છે. CBSE ના 12માં ધોરણનું પરિણામ 28 મે અને 10 માં ધોરણનું પરિણામ 31 મે ના રોજ આવશે.

|
Google Oneindia Gujarati News

એક પછી એક બધા બોર્ડ પોતાના પરિણામો ઘોષિત કરી રહ્યા છે. એવામાં દેશના સૌથી મોટા બોર્ડમાંથી એક કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) ના છાત્રો હવે રાહ જોઈને થાકી ગયા છે. આ છાત્રો માટે બોર્ડે ખુશખબર આપ્યા છે. CBSE એ 10માં અને 12માં ધોરણના પરિણામની તારીખની ઘોષણા કરી છે. CBSE ના 12માં ધોરણનું પરિણામ 28 મે અને 10 માં ધોરણનું પરિણામ 31 મે ના રોજ આવશે. પરિણામ જારી થયા બાદ 10 માં અને 12માંના છાત્રો CBSEની અધિકૃત વેબસાઈટ cbse.nic.in પર જઈને પોતાનું પરિણામ જાણી શકશે.

cbse

લાંબી રાહ જોયા બાદ છેવટે CBSE ના પરિણામો આવતા સપ્તાહે ઘોષિત કરી દેવામાં આવશે. CBSE બોર્ડના 10 માં ધોરણનું પરિણામ 31 મે અને 12 માં ધોરણનું પરિણામ 28 મે ના રોજ ઘોષિત કરવામાં આવશે. 10માં અને 12માં ધોરણની પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી. 10માં ની પરીક્ષા 5 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલી હતી. વળી, 12 માંની પરીક્ષા 5 માર્ચથી 27 એપ્રિલ સુધી ચાલી હતી.

બોર્ડ દ્વારા જારી પહેલી ડેટશીટમાં બાળકોએ આપત્તિ નોંધાવી હતી. ત્યારબાદ તેમાં બદલાવ કરવામાં આવ્યા હતા. વળી, CBSE પેપર લીકે બાળકો માટે નવી મુશ્કેલી ઉભી કરી હતી. ત્યારબાદ CBSE એ 25 એપ્રિલે ઈકોનોમિક્સનું પેપર ફરીથી લીધુ હતુ. બંને કક્ષાઓમાં કુલ 28 લાખ છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી 16,38,438 છાત્રો 10માં ધોરણમાં અને 11,86,306 છાત્રો 12માં ધોરણની પરીક્ષામાં બેઠા હતા.

પરિણામ જાહેર થયા બાદ છાત્રો આ રીતે પોતાનું પરિણામ જાણી શકશે.

*CBSE ની અધિકૃત વેબસાઈટ cbse.nic.in કે cbseresults.nic.in પર જાવ.
*10માં કે 12માંના પરિણામ લિંક પર ક્લિક કરો.
*રજિસ્ટ્રેશન નંબર/રોલ નંબર નાખીને લોગ-ઈન કરો.
*પરિણામ જોયા બાદ તેને ડાઉનલોડ કરો.

આ ઉપરાંત છાત્રો બીજી પણ ઘણી રીતે પોતાનું પરિણામ જાણી શકે છે. આ વખતે છાત્રો સીધા ગૂગલ દ્વારા પણ પરિણામ જોઈ શકે છે. CBSE એ આ વખતે પહેલી વાર પરિણામ માટે ગૂગલ સાથે પાર્ટનરશીપ કરી છે.

*આના માટે છાત્રોને ગૂગલ પર જઈને CBSE RESULT ટાઈપ કરવાનું રહેશે.
*ત્યારબાદ રિઝલ્ટ પેજ પર પોતાની જાણકારી નાખીને સબમિટ રવાની રહેશે.
*રિઝલ્ટ સ્ક્રીન પર જોઈ શકાશે.

English summary
cbse class 10th class 12th results 2018 release next week know how to check score cbseresults nic in
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X