22 એપ્રિલથી નહિ થાય CBSE બોર્ડની પરીક્ષાઓ, ફેક છે વાયરલ થઈ રહેલ નોટિસ
કોરોના વાયરસના કારણે ટાળી દેવામાં આવેલ સીબીએસઈની 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 22 એપ્રિલથી ફરીથી શરૂ નહિ થાય. સોશિયલ મીડિયા પર એક નોટિસ વાયરસ થઈ રહી છે જેમાં એ કહેવામાં આવી રહ્યુ છે કે 22 એપ્રિલથી બાકીની પરીક્ષાઓ થશે. સીબીએસઈના પીઆરઓ રમા શર્માએ એ સ્પષ્ટ કરી દીધુ કે આ નોટિસ નકલી છે. આવી કોઈ નોટિસ બોર્ડે જારી કરી નથી.
વાયરલ થઈ રહેલ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે પરીક્ષાનુ નવુ શિડ્યુલ 3 એપ્રિલે સીબીએસઈની ઑફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે અને 22 એપ્રિલથી પરીક્ષાઓ યોજાશે. 19 માર્ચથી 31 માર્ચ વચ્ચે યોજાનાર બધી પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી. બાદમાં 25 માર્ચે દેશભરમાં 21 દિવસનુ લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ. સીબીએસઈએ સ્પષ્ટ કર્યુ કે પરીક્ષા અંગે તેમણે કોઈ નોટિસ જારી કરી નથી. નોટિસ ઑફિશિયલ વેબસાઈટ પર જારી કરવામાં આવશે, માટે વિદ્યાર્થીઓ વેબસાઈટ પર જ વિશ્વાસ કરે અને વેબસાઈટની વિઝિટ કરતા રહે.
સીબીએસઈએ કોરોના વાયરસના કારણે 18 માર્ચે આદેશ જારી કરીને બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરાવી દીધી હતી. બોર્ડે સંશોધિત તારીખો પર નિર્ણય સ્થિતિનુ વિશ્લેષણ કર્યા બાદ લેવાની વાત કહી હતી. હાલમાં જ માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈને નવી પરીક્ષાઓના શિડ્યુલ પર કામ કરવાના નિર્દેશ આપ્યા હતા. એવામાં બોર્ડ નવા શિડ્યુલ પર કામ કરી રહ્યુ છે અને શિડ્યુલ તૈયાર થઈ ગયા બાદ બોર્ડ ઑફિશિયલ વેબસાઈટ પર આને અપલોડ કરી દેશે પરંતુ હજુ સુધી કોઈ નોટિસ જારી કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ PM મોદીની અપીલ પર આ એક્ટરે કહ્યુ - સમજદાર હિંદુસ્તાનનુ ખ્વાબ હતુ, વિચારુ છુ સળગાવી દઉ