For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE Paper Leak: કોણ છે કોચિંગ સેન્ટર સંચાલક વિક્કી?

સીબીએસઈ 10 માં ધારણના ગણિત અને 12 માં ધોરણના અર્થશાસ્ત્ર પેપર લીક મામલે દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સીબીએસઈ 10 માં ધારણના ગણિત અને 12 માં ધોરણના અર્થશાસ્ત્ર પેપર લીક મામલે દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ પેપેર લીક મામલાના આરોપી વિક્કી ની ધરપકડ કરી લીધી છે. વિક્કી ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં વિદ્યા કોચિંગ સેન્ટર ચલાવે છે. તેઓ પોતે પણ ગણિત અને અર્થશાસ્ત્ર ભણાવે છે. વિક્કી દિલ્હી યુનિવર્સિટીમાં 1996 પાસઆઉટ છે. વિક્કી સાથે ક્રાઇમ બ્રાન્ચ ટીમ અલગ અલગ કોન્વેન્ટ સ્કૂલના 10 વિધાર્થીઓની પૂછતાછ કરશે.

માતાપિતા એ વિક્કીને ભગવાન ગણાવ્યો

માતાપિતા એ વિક્કીને ભગવાન ગણાવ્યો

વિક્કી ની ધરપકડ પછી તેના સંસ્થાનમાં અભ્યાસ કરનાર વિધાર્થીઓ અને તેમના વાલીઓ તેના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક વાલીઓ તેને ભગવાન પણ ગણાવ્યો છે. કોચિંગમાં અભ્યાસ કરનાર વિધાર્થીઓ તેમને અપરાધી માનતા નથી. વિધાર્થીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દિવસ રાત એક કરી બાળકોને ભણાવે છે. બાળકોને ભણાવવાને કારણે તેમના ગળાને પણ નુકશાન થયું છે.

વહાર્ટસપ ગ્રુપ એડમીન ની પૂછપરછ

વહાર્ટસપ ગ્રુપ એડમીન ની પૂછપરછ

એટલું જ નહીં પરંતુ પોલીસ એક મહિલા સાથે પણ પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. આ મહિલા લાજ્પત નગરમાં પોતાનું કોચિંગ સેન્ટર ચલાવે છે. જે વહાર્ટસપ ગ્રુપ ઘ્વારા પેપર લીક થયું હતું તે ગ્રુપની એડમીન આ મહિલા છે. પોલીસ આ મામલે અત્યારસુધી 25 લોકો સાથે પૂછપરછ કરી ચુકી છે. આ સંખ્યા હજુ પણ આગળ વધી શકે છે.

સોશ્યિલ મીડિયા પર પેપર વાયરલ

સોશ્યિલ મીડિયા પર પેપર વાયરલ

આપણે જણાવી દઈએ કે સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 5 માર્ચે શરૂ થયી હતી. 12માં ધોરણના વિધાર્થીઓ ઘ્વારા 16 માર્ચે અર્થશાસ્ત્ર પેપર આપવામાં આવ્યું હતું. જયારે 28 માર્ચે ધોરણ 10 વિધાર્થીઓ ઘ્વારા ગણિતનું પેપર આપવામાં આવ્યું હતું. પરંતુ બંને વિષયના પેપર પરીક્ષા શરૂ થતા પહેલા જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ગયા.

English summary
CBSE paper leak delhi coaching centre head vicky arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X