CBSEએ 10મા અને 12ના બાકી રહેલા પેપરોની તારીખો જાહેર કરી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની 10મા અને 12મા ધોરણના બાકી રહેલા પેપરોની પરીક્ષાઓની ડેટશીટ જારી કરી દેવામાં આવી છે. 10મા અને 12માં બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે આયોજિત કરવામાં આવશે. માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે(સોમવારે) ટ્વિટર પર 10મા અને 12મા બોર્ડના બાકી પેપર્સની ડેટશીટ જારી કરી છે.

પરીક્ષાઓની ડેટશીટ જારી
માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને કહ્યુ, તમે બધાને સીબીએસઈના 10મા અને 12માના બાકી રહેલા પેપરોની પરીક્ષાઓની ડેટશીટ શેર કરી રહ્યો છુ. આ પરીક્ષાઓ માત્ર ઉત્તર પૂર્વ દિલ્લીના વિદ્યાર્થીઓ માટે હશે. હું તમને બધાને આગામી પરીક્ષાઓ માટે હાર્દિક શુભકામનાઓ આપુ છુ. તમને જણાવી દઈએ કે ઉત્તર પૂર્વ દિલ્લીમાં હુલ્લડના કારણે પરીક્ષાઓ ટાળી દેવામાં આવી હતી. ત્યારબાદ કોરોના વાયરસના કારણે પેપર થઈ શક્યા નહોતા. સીબીએસઈ બોર્ડ માત્ર 29 વિષયો માટે જ પરીક્ષાઓ આયોજિત કરશે, જે પ્રમોશન અને અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે જરૂરી હોય છે. બોર્ડની પરીક્ષાઓ માત્ર 12માં ધોરણના સ્ટુડન્ટને જ આપવી પડશે. 10માની પરીક્ષાઓ માત્ર પૂર્વ દિલ્લીના હુલ્લડ પ્રભાવિત સ્ટુડન્ટ્સે પણ આપવી પડશે બાકી બીજી જગ્યાઓએ સ્ટુડન્ટ્ને 10માની બાકીની પરીક્ષાઓ નહિ આપવી પડે. બાકી બીજી જગ્યાઓના સ્ટુડન્ટ્સને 10માની બાકીની પરીક્ષાઓ નહિ આપવી પડે.
|
10મા ધોરણની તારીખો
10મા ધોરણ માટે હિંદી કોર્સ એ, હિંદી કોર્સ બી, ઈંગ્લિશ કમ્યુનિકેશન, ઈંગ્લિશ લેગ્વેજ એન્ડ લિટરેચર, સાયન્સ અને સોશિયલ સાયન્સ વિષયો માટે પરીક્ષા આયોજિત કરવામાં આવશે. 10મા ધોરણના નોર્થ-ઈસ્ટ દિલ્લીમાં થતી પરીક્ષાઓની ડેટષીટ કંઈક આ રીતે છે - પહેલુ પેપર 1 જુલાઈએ સોશિયલ સાયન્સનુ થશે. 2 જુલાઈએ સાયન્સ થિયરી અને સાયન્સ પ્રેકટીકલ વિના થશે. 10 જુલાઈએ હિંદી કોર્સ ઓ અને કોર્સ બી હશે. 15 જુલાઈએ ઈંગ્લિશ કમ્યુનિકેટિવ અને ઈંગ્લિશ લેંગ્વેજ અને લિટરેચર હશે.
|
12 ધોરણની તારીખો
12મા ધોરણ માટે પૂર્વ દિલ્લીમાં સ્થિત સ્કૂલોમાં 12માં ધોરણ માટે અંગ્રેજી ઈલેક્ટીવ - એન, અંગ્રેજી ઈલેક્ટીવ -સી, ઈંગ્લિશ કોર, ગણિત, ઈકોનૉમિક્સ, બાયોલૉજી, રાજનીતિ વિજ્ઞાન, ઈતિહાસ, ફીઝિક્સ, અકાઉન્ટસ અને કેમિસ્ટ્રીની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવશે. બાકી દેશમાં ધોરણ 12ની પરીક્ષાઓ બિઝનેસ સ્ટડી, ભૂગોળ, હિંદી (ઈલેક્ટીવ, કોર), હોમ સાયન્સ, સોશિયલોલૉજી, કમ્પ્યુટર સાયન્સ(જૂનુ), કમ્પ્યુટર સાયન્સ(નવુ) માટે આયોજિત થશે. 12માં ધોરણની પરીક્ષાઓપણ 1થી 15 જુલાઈ વચ્ચે થશે. 1 જુલાઈએ હોમ સાયન્સનુ પેપર થશે, 2 જુલાઈએ હિંદી, 3 જુલાઈએ ફિઝીક્સ, 4એ અકાઉન્ટન્સી, 6 જુલાઈએ કેમેસ્ટ્રી, 7 જુલાઈએ કમ્પ્યુટર અને 8 જુલાઈએ અંગ્રેજીનુ પેપર હશે. 9 જુલાઈએ બિઝનેસ સ્ટડીઝ, 10 જુલાઈએ બાયોટેકનોલૉજી, 11 જુલાઈએ જિયોગ્રાફી, 13 જુલાઈએ સમાજશાસ્ત્ર, 14 જુલાઈએ રાજનીતિ શાસ્ત્ર અને 15 જુલાઈએ નોર્થ ઈસ્ટ દિલ્લીમાં મેથ્સ, ઈકોનૉમિક્સ, હિસ્ટ્રી અને બાયોલૉજીનુ પેપર થશે.
ચીને છેવટે માન્યુ સત્ય - કોરોના વાયરસના પ્રારંભિક સેમ્પલ્સને લેબમાં જ ખતમ કરી દીધા