cctv કેમેરાથી ટોયલેટમાં કેપ્ચર કરાતી હતી યુવતીઓની અશ્લિલ ક્લિપ
ભોપાલ, 21 ડિસેમ્બર: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 60 કિમી દૂર ભોપાલ-જબલપુર રોડ પર બનેલા એક પેટ્રોલ પંપ પર આવેલા મહિલા વોશરૂમમાં સીસીટીવી કેમેરો લાગેલો હતો, જેનાથી યુવતીઓનો અશ્લીલ એમએમએસ બનાવવામાં આવતો હતો. 18 વર્ષની પીડિત યુવતી અનુસાર જ્યારે તેણે પેટ્રોલ પંપના વોશરૂમનો ઉપયોગ કર્યો તો તેને ત્યાં એક ગુપ્ત કેમેરો દેખાયો. આ યુવતીની સાવધાનીથી માલૂમ પડ્યું કે અત્રે આવનારી મહિલાઓની અશ્લીલ વીડિયો ક્લિપ બનાવવામાં આવી રહી હતી.
યુવતીઓનો આરોપ છે કે જ્યારે તે પોતાના પરિવારની સાથે મંદિર ગઇ હતી તો રસ્તામાં પાછા ફરતી વખતે તેણે આ બાથરૂમનો ઉપયોગ કર્યો. જ્યારે તે બાથરૂમમાં પહોંચી તો તેના મોબાઇલનું નેટવર્ક ચાલી ગયું અને જ્યારે તે બાથરૂમથી બહાર આવી તો નેટવર્ક આવી ગયું. આના કારણે યુવતીને શંકા થઇ. તપાસ કરતા બધી અસલિયત સામે આવી ગઇ. પોલીસે શુક્રવારે પંપ સંચાલક જિયાઉદ્દીન ખાન અને તેના પુત્ર અખ્તર ખાનની ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને પર આઇટી એક્ટ અને અન્ય ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે.
વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ પોલીસે અત્રે લાગેલા કમ્પ્યુટરથી ઘણી અશ્લીલ ક્લિપિંગ પણ જપ્ત કરી હતી. હવે આ ઘટનામાં એક પછી એક કડીઓ ખૂલતી જઇ રહી છે. સવાલ ઊઠી રહ્યો છે કે શું આ બાથરૂમને યુઝ કરનાર દરેક મહિલાઓની અશ્લિલ ક્લિપ બનાવીને તેને પોર્ન સાઇટ્સને વેચવામાં આવતી હતી. કેટલા વર્ષોથી આ સિલસિલો ચાલી આવતો હતો? આ કેમેરામાં કેટલી યુવતીઓની ઇજ્જત કેદ થઇ હશે? આ તમામ સવાલોના જવાબ શોધવા જરૂરી છે કારણ કે જરા પણ વાર થતા ઘણી બધી યુવતીઓની ઇજ્જત પર કાળી ક્લિક થવા લાગશે.
ખૂબ જ સરળ છે પોર્ન સાઇટો પર વીડિયો અપલોડ કરવા
પોર્ન વેબસાઇટો પર ખૂબ જ સરળતાથી વીડિયો અપલોડ કરી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વેબસાઇટ વીડિયો અપલોડ કરનારાઓ અંગે કોઇ ઠોસ જાણકારી નથી પૂછતી. જો કોઇ વેબસાઇટ પૂછે પણ છે તો તે માત્ર ઇમેઇલ આઇડી પૂછે છે, જેને કોઇ પણ ક્યાંયથી પણ બનાવી શકે છે.
ક્લિકથી ચાલે છે પોર્ન સાઇટનું મીટર
આપની એક ક્લિક પોર્ન વેબસાઇટ સાઇટ બનાવનાર કંપનીઓનું મીટર ચલાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે છે કે ભારતીયોનો મોટાભાગનો સમય ઇંટરનેટ પર પોર્ન જોવામાં નીકળે છે, અને સૌથી વધારે ક્લિક ભારતથી જ મળે છે. ગૂગલ ટ્રેંડ્સ 2011 અનુસાર પોર્ન શબ્દોની શોધ કરનારા દુનિયા 10 શહેરોમાંથી સાત ભારતીય શહેર છે. દુનિયાની પાંચ શ્રેષ્ઠ પોર્ન સ્ટારમાં સામેલ અને બોલીવુડ અભિનેત્રી સની લિયોન કહે છે કે કંપનીયોની 80 ટકા વેબ ટ્રાફિક અને તેમના 6 અંકો વાળી કમાણીનો 60 ટકા હિસ્સો ભારતથી આવે છે.