વીડિયોમાં જુઓ, શરમજનક રીતે સગીરાઓના શરીર પર હાથ ફેરવતા આસારામને
નવી દિલ્હી, 14 ડિસેમ્બર: 16 વર્ષની સગીરા સાથે બળાત્કારના મામલામાં જેલની હવા ખાઇ રહેલા અને પોતાને નિર્દોષ કહી રહેલા આસારામ બાપુની એક એવી સીડી સામે આવી છે જે તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સીડી બીજા કોઇએ નહીં પરંતુ આસારામનો ખાસ રાજદાર અને અને સેવક શિવાએ બનાવી છે. આ સીડીમાં આસારામ બાપુ બે યુવતીઓની સાથે છે અને તેમના શરીર પર હાથ ફેરવી રહ્યા છે.
સીડી 5 મિનિટની છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આપ જાણીને આશ્ચર્ય પામશો કે જે બે યુવતીઓના શરીર પર આસારામ હાથ ફેરવી રહ્યો છે તે સગીર વયની છે. માત્ર સીડી જ નહીં કોર્ટમાં આસારામની સામે પુરાવા રૂપે મેમોરી કાર્ડ પણ રજૂ કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર આ મેમોરી કાર્ડમાં આસારમ બાપુના એ કાળા કૃત્યો કેદ છે જે તેઓ બંધ ઓરડામાં મહિલાઓ સાથે કરતા હતા.
સરકારી વકીલની માનીએ તો આસારામે એ વાતથી ઇનકાર કરી દીધો હતો કે તેમણે શિવા અને શિલ્પી સાથે કોઇ વાત નથી કરી, પરંતુ મેમરી કાર્ડમાં તેમની વચ્ચે થયેલી વાતોનો ઉલ્લેખ છે. આ મેમોરી કાર્ડથી એ પણ સ્પષ્ટ થાય છે કે એ સગીરાને ફસાવવા માટે આસારામ બાપુએ કેવું ષડયંત્ર ગડ્યું હતું.
તો આવો તસવીરોમાં જોઇએ કે આસારામના કાળા કૃત્યો. ઉલ્લેખનીય છે કે આ તસવીરો ન્યૂઝ નેશન વેબસાઇટના એક વીડિયો પરથી લેવામાં આવી છે.

આસારમનું કૂકર્મની સીડી આવી બહાર
તસવીરમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે આસારમ બે સગીર વયની યુવતીઓ સાથે એક બંધ ઓરડામાં બેઠા છે અને તેઓ તેમના શરીર પર હાથ ફેરવી રહ્યા છે. આ પહેલા આસારામે પોલીસને જણાવ્યું હતું કે તેઓ સ્ત્રીઓની નજીક પણ નથી જતા.

શિવાએ બનાવી છે આ ક્લિપ
વીડિયોમાં આસારામ સફેદ પોશાકમાં દેખાઇ રહ્યા છે, જેમાં તેમણે એક યુવતીના પીઠ પર હાથ મુકેલો છે અને બીજી યુવતીનો હાથ પકડવા જઇ રહ્યા છે. આ ક્લિપ આસારામના ખાસ શિવાએ બનાવેલી છે.

યુવતીઓના ગુપ્ત ભાગે અડપલા કરતા હતા આસારામ
રાયપુરની એક યુવતીએ ખુલાસો કર્યો છે કે આસારામ નાની ઉંમરની યુવતીઓ સાથે જ કુકર્મ કરતા હતા. આ યુવતીએ દાવો કર્યો છે કે આસારામે સત્સંગમાં ઘણી વખત છેડછાડ કરે છે. તેણે જણાવ્યું કે તે પણ આસારામના કુકર્મનો ભોગ બનતા બનતા બચી છે.

ક્લિક કરો અને જુઓ વીડિઓ
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે સગીર યુવતીઓ આસારમની આરતી ઉતારી રહી છે અને આસારામ તેમના ગળામાં હાથ નાખીને તેમને પોતાની તરફ ખેંચી રહ્યા છે....