બીએસએફે પાકની નાપાક હરકતોના કારણે ન આપી ઈદની મિઠાઈ
ભારતની શાંતિ સ્થાપિત કરવાની તમામ કોશિશો છતાં સીમા પર પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ ચાલુ જ છે. પાક દ્વ્રારા કરવામાં આવેલી આ ફાયરિંગમાં આજે પણ એક જવાન શહીદ થઈ ગયો. પાકિસ્તાન દ્વ્રારા સીમા પર સતત થઈ રહેલી ફાયરિંગના કારણે આ વર્ષે બીએસએફના જવાન પાકિસ્તાની રેન્જર્સને ઈદની મિઠાઈ નહિ આપે. દર વર્ષે ભારત અને પાકિસ્તાનની સેનાના જવાન અટારી-વાઘા બોર્ડર પર એકબીજાને મિઠાઈ આપીને ઈદ મનાવતા આવ્યા છે.

સીમા પર પાકની નાપાક હરકત ચાલુ
બે દિવસ પહેલા કાશ્મીરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યા અને સેનાના એક જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને જીવ લીધા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. શ્રીનગરમાં આતંકીઓએ શુજાત બુખારીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ છે.

વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યા
વળી, ભારતીય સેનાના જવાન ઔરંગઝેબને આતંકીઓએ અપહ્રત કરી લીધો હતો અને એ જ દિવસે મોડી રીતે પુલવામામાં ગોળીઓથી છલની જવાનનું શબ મળ્યુ હતુ. ત્યારબાદ બોર્ડર પર તણાવ વધી ગયો છે. વળી, કાશ્મીરમાં આ ઘટના અંગે રોષ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ઈદના પ્રસંગે પાક દ્વારા કરવામાં આવેલી આ નાપાક હરકતના કારણે લોકોનો ગુસ્સો ચરમ સીમા પર છે અને આ ઘટના બાદ પાકિસ્તાન સામે બદલો લેવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન દ્વારા ફાયરિંગમાં આજે પણ એક જવાન શહીદ
આજે ઈદ છે અને આજે પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડી નથી રહ્યુ. આજે પાકિસ્તાન દ્વ્રારા ફાયરિંગ કરવામાં આવી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયો. પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કરવામાં આવી. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની આ હરકત પર જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની ફાયરિંગમાં શનિવારે શહીદ થયેલા જવાનનું નામ બિકાસ ગુરુંગ છે.