કેન્દ્રએ રાજ્યોને કહ્યુ - સ્વતંત્રતા દિવસ પર કોરોના યોદ્ધાઓને મળશે આમંત્રણ
કોરોના વાયરસ સંકટ વચ્ચે ભારતમાં 73માં સ્વતંત્રતા દિવસના આયોજન વિશે ગૃહ મંત્રાલય તરફથી એડવાઈઝરી જારી કરી દીધી છે. આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ઘણો અલગ થવાનો છે કારણકે દિશા-નિર્દેશ મુજબ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર અમુક મહેમાનોના આવવા પર જ અનુમતિ હશે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને સલાહ આપી છે કે તે સ્વતંત્રતા દિવસના પ્રસંંગે આયોજિત થનારા કાર્યક્રમમાં એ લોકો મહેમાન તરીકે આમંત્રિત કરે જેમણે મહામારી સામે લડાઈ લડી છે.

કોરોના યોદ્ધાઓને મળશે આમંત્રણ
ગાઈડલાઈન મુજબ સ્વતંત્રતા દિવસના પ્રસંગે દિલ્લીના લાલ કિલ્લામાં કોરોના વાયરસ સામે લડીને પોતાની સેવા કરનાર ડૉક્ટર, હોસ્પિટલ કર્મચારી, સેનિટેશન કર્મચારી અને કોરોનાથી રિકવર થયેલા અમુક દર્દીઓને બોલાવવામાં આવશે. સરકારે રાજ્યોને સલાહ આપી છે કે તે કોરોના કાળમાં મોટુ આયોજન કરવાથી બચે અને લૉકડાઉન નિયમોનુ પાલન કરો. એક રિપોર્ટ અનુસાર 250થી વધુ લોકોને લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનમાં ભાગ લેવાની આશા નથી.

પીએમ મોદી લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરશે.
એડવાઈઝરીમાં અમુક નિયમોનો ઉલ્લેખ છે જેનુ પાલન આપણે 15 ઓગસ્ટે કરવાનુ રહેશે. આમાં આયોજન કરતી વખતે આપણે સોશિયલ ડિસ્ટિંસીંગ, માસ્ક, યોગ્ય સેનિટાઈઝેશન, પબ્લિક ગેધરિંગને રોકવા જેવા નિયમો, હોમ મિનિસ્ટ્રી અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી એસઓપી જેવા નિયોનુ પાલન કરવાનુ રહેશે. આ દરમિયાન પબ્લિક ગેધરિંગથી બચો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને યોગ્ય રીતે સ્વતંત્રતા દિવસ મનાવો. પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ પીએમ મોદી લાલ કિલ્લાના પ્રાચીરથી દેશને સંબોધિત કરશે.

73મો સ્વતંત્રતા દિવસ
ઉલ્લેખનીય છે કે લાંબા સંઘર્ષ અને ઘણી સ્વતંત્રતા સેનાનીઓની શહીદી બાદ ભારતને 15 ઓગસ્ટ, 1947ના દિવસે અંગ્રેજોના શાસનથી આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસને દેશવાસી સ્વતંત્રતા દિવસ તરીકે મનાવી રહ્યા છે. એવા સમયમાં જ્યાં ભારચ સહિત આખી દુનિયા કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. આ દરમિયાન ભારત પોતાનો 73મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. કોરોના સંકટને જોતા આ વર્ષનુ આયોજન ઘણુ અલગ હોઈ શકે છે.
પતિએ 11 લાખ રૂપિયા માટે પડોશીને સોંપી દીધી પત્ની, પ્રેગ્નેન્ટ થવા પર કર્યુ આવુ એગ્રીમેન્ટ