નરેન્દ્ર મોદીની રેલીઓ પર ટેક્સ લગાવવા માંગે છે સરકાર: જેટલી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: શું કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીની રેલીઓ પર ટેક્સ લગાવવાની તૈયારીઓ કરી રહી છે? ભાજપના નેતા અરૂણ જેટલીએ આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીની રેલિઓમાં આવી રહેલી ભારે ભીડથી કોંગ્રેસ ઘભરાઇ ગઇ છે, માટે હવે ટેક્સ લગાવવાની યોજના બનાવી રહી છે. તેમણે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તરફથી સરકારને મોકલવામાં આવેલા એક પત્રને આધાર બનાવીને આ આરોપ લગાવ્યો છે.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે સરકારને એક લેટર લખ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીની રેલીઓ પર ટેક્સ લગાવવાનો સૂજાવ આપવામાં આવ્યો હતો. 12 ફેબ્રુઆરીના રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલા આ પત્રમાં સૂજાવ કરવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદીની રેલીઓ પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવે.

arun jaitley
અરૂણ જેટલીનું કહેવું છે કે સરકાર ઇચ્છે છે કે નરેન્દ્ર મોદીની રેલીઓમાં ઓછી ભીડ એકત્રીત થાય, માટે રેલીઓ પર ટેક્સ લગાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમણે નાણામંત્રી પી. ચિદમ્બરમ પર પણ નિશાનો સાધ્યો અને સવાલ કરતા જણાવ્યું કે મહેસૂલ ભેગું કરવા માટે મોદીની રેલીઓ પર ટેક્સ લગાવવા ઉપરાંત તેમની પાસે બીજો કોઇ રસ્તો નથી બચ્યો શું?

અત્રે નોંધનીય બાબત છે કે નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને તેઓ દેશમાં સૌથી લોકપ્રિય નેતા છે. નરેન્દ્ર મોદી દેશના કોઇપણ રાજ્યના કોઇપણ શહેરમાં પોતાની રેલીનું આયોજન કરે છે, ત્યાં મોદીને સાંભળવા લોકજુવાળ ઉમટી પડે છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસની રેલીઓમાં ભીડ જોવા મળતી નથી જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની ગયું છે માટે તેઓ મોદીની રેલીમાં ભીડ ઓછી કરવા માટે અવનવા હતકંડા અપનાવી રહ્યું છે.

English summary
Center Government want to apply tax on Narendra Modi's rally: Arun Jaitley.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.