For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસિસના જમ્મુ-કાશ્મીર કેડરને કરી રદ, AGMUT સાથે મર્જ

કેન્દ્ર સરકારે ગુરુવારે સિવિલ સર્વિસિસના જમ્મુ-કાશ્મીર કેડરને નાબૂદ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકારે આઈએએસ, આઈપીએસ અને આઈએફઓએસ સેવાઓનાં જમ્મુ-કાશ્મીર કેડરને એજીએમયુટી કેડર (એજીએમયુટી) (અરુણાચલ પ્રદેશ,

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે ગુરુવારે સિવિલ સર્વિસિસના જમ્મુ-કાશ્મીર કેડરને નાબૂદ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકારે આઈએએસ, આઈપીએસ અને આઈએફઓએસ સેવાઓનાં જમ્મુ-કાશ્મીર કેડરને એજીએમયુટી કેડર (એજીએમયુટી) (અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેડર) સાથે જોડ્યા છે. તે પહેલાં જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક અન્ય રાજ્યોમાં નહોતી કરાતી.

AGMUT

કેન્દ્ર સરકારે ગુરુવારે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 માં સુધારા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના આઇએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ હવે એજીએમયુટી કેડર (અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત કેડર) નો ભાગ બનશે. નવા આદેશ બાદ અહીંના અધિકારીઓની નિમણૂક બીજા રાજ્યમાં થઈ શકે છે. હવે નવા આદેશ બાદ અહીંના અધિકારીઓની નિમણૂક બીજા રાજ્યમાં કરવામાં આવશે.
આ સુધારા સાથે જમ્મુ કાશ્મીરમાં દિલ્હીના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક દિલ્હી, અરુણાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમમાં કરવામાં આવશે. 2019 માં, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય કર્યો. સાથોસાથ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં વહેંચવામાં આવ્યો હતો. જેના રાજ્યમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદો 2019 અમલમાં આવ્યો.

આ પણ વાંચો: મમતા બેનર્જીના ભત્રીજાએ બીજેપીને આપી ચેલેંજ, કહ્યું - જો હું વસુલી માટે દોષિ હોઉ તો આપો ફાંસી

English summary
Central government cancels Jammu and Kashmir cadre of civil services, merges with AGMUT
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X