For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રિપલ તલાકના વટહુકમને મોદી સરકારની મંજૂરી, 6 મહિનામાં પાસ કરાવવું પડશે બિલ

ટ્રિપલ તલાકના વટહુકમને મોદી સરકારની મંજૂરી, 6 મહિનામાં પાસ કરાવવું પડશે બિલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે કેન્દ્રની મોદી સરકારે મહત્વનું પગલું ભર્યું છે, એમણે ટ્રિપલ તલાક બિલ સંસદમાં અટકી જતાં તેને લાગૂ કરાવવા માટે વટહુકમનો રસ્તો અપનાવ્યો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને મંજૂરી આપી દેવામાં આવી છે, આ વટહુકમ 6 મહિના સુધી લાગુ રહેશે. એટલે કે હવે મોદી સરકારે શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ પાસ કરાવવું પડશે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં પાસ થયા બાદ આ બિલ રાજ્યસભામાં અટકી ગયું હતું, કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે આ બિલના કેટલાંક પ્રાવધાનોમાં બદલાવ કરવો જોઈએ.

શિયા વક્ફ બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું

શિયા વક્ફ બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું

કેન્દ્ર સરકારના આ ફેસલા પર યૂપીમાં શિયા વક્ફ બોર્ડે ચેરમેન વસીમ રિજવીએ કહ્યું કે મહિલાઓની જીત થઈ. જાણાવી દઈએ કે મોનસૂન સત્રમાં સરકારે પૂરી કોશિશ કરી હતી કે આ બિલને ચાલુ સત્રમાં જ સદનમાં રાખવામાં આવે પરંતુ સહમતિ નહોતી બની શકી.

બિલમાં સંશોધન કર્યું

બિલમાં સંશોધન કર્યું

જણાવી દઈએ કે વિરોધ થવા પર સરકારે આ બિલમાં સંશોધન કર્યાં હતાં, જે અંતર્ગત હવે ત્રણ તલાક બિનજામીન પાત્ર ગુનો નહી રહે, હવે આ મામલામાં જામીન આપવામાં આવી શકે છે અને પતિ તથા પત્નીની સામે સમજૂતીનો વિકલ્પ ખુલ્લો રહેશે. એટલે કે હવે ટ્રિપલ તલાક આપનારે તુરંત જેલ નહિ જવું પડે.

સમજૂતીનો વિકલ્પ

સમજૂતીનો વિકલ્પ

મૂળ કાયદામાં કોઈ પાડોશીને પણ ટ્રિપલ તલાકની ફરિયાદ કરવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને માત્ર પત્ની અને તેની સાથે લોહીના સંબંધ ધરાવતા લોકો સુધી જ સિમિત કરી દેવામાં આવ્યો છે. આ બિલમાં ત્રીજો મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રક્રિયા શરૂ થતા પહેલા સમજૂતીનો વિકલ્પ ખુલ્લો રહેશે. એટલે કે જો પતિ અને પત્ની ઈચ્છે તો મેજિસ્ટ્રેટ સામે સમજૂતી કરી ટ્રિપલ તલાકને ખતમ કરી શકે છે.

હવાલા કારોબાર સાથે જોડાયેલી છે કોંગ્રેસ, અમારી પાસે પુરાવા છે: ભાજપહવાલા કારોબાર સાથે જોડાયેલી છે કોંગ્રેસ, અમારી પાસે પુરાવા છે: ભાજપ

English summary
In a historic decision, PM Narendra Modi-led central government on Wednesday cleared the promulgation of the Triple Talaq ordinance which criminalises the practice of verbal divorce among Muslim men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X