For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલના ભાવ પર ઘેરાઈ મોદી સરકાર, જલ્દી ઘટાડી શકે છે ટેક્સ

સતત વધી રહેલા તેલના ભાવોના લીધે દેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. વિપક્ષ સરકાર પર આકાશને આંબી રહેલ તેલના ભાવો અંગે પ્રહારો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સતત વધી રહેલા તેલના ભાવોના લીધે દેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. વિપક્ષ સરકાર પર આકાશને આંબી રહેલ તેલના ભાવો અંગે પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષે એનડીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે સરકાર તેલ પર લાગતા ટેક્સ કેમ ઘટાડી નથી રહી. ટેક્સ ઓછો થવાથી ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે. વળી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે સરકાર આ સમસ્યાના સમાધાન પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક ચૂંટણી દરમિયાન તેલના ભાવો લગભગ 20 દિવસો સુધી વધ્યા નહોતા. કર્ણાટક ચૂંટણી પરિણામો બાદ તેલના ભાવોમાં ભારે વૃદ્ધિ થવા લાગી.

સતત 10માં દિવસે વધી રહ્યા છે તેલના ભાવો

સતત 10માં દિવસે વધી રહ્યા છે તેલના ભાવો

સોમવારે દિલ્હી અને મુંબઈમાં તેલના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. સોમવારે દિલ્હી અને મુંબઈમાં ક્રમશઃ પેટ્રોલના ભાવ 76.57 અને 84.40 રૂપિયા પ્રતિ લિટર હતા. વળી, આ બંને શહેરોમાં ડિઝલના ભાવ 67.82 અને 72.21 રૂપિયા પ્રતિ લિટર નોંધવામાં આવ્યા. વળી, મંગળવારે મુંબઈમાં પેટ્રોલ 84.70 અને ડિઝલ 72.48 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો. સ્થાનિક લોકોનું કહેવુ છે કે દર અઠવાડિયે તેલના ભાવ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની અપેક્ષાએ તેલ વધુ મોંઘુ છે. વળી, ભોપાલમાં પેટ્રોલ 82.47 અને ડિઝલ 72.45 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. તેલના ભાવોમાં સતત 10માં દિવસે વૃદ્ધિ જોવા મળી છે.

કોંગ્રેસે મોદી સરકાર પર કર્યો પ્રહાર

કોંગ્રેસે મોદી સરકાર પર કર્યો પ્રહાર

તેલના ભાવો અંગે મોદી સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસે ટ્વિટ કર્યુ કે તેલના ભાવો અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર છે. આ અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા સાથે કેમ રમત કરી રહી છે મોદી સરકાર? મુંબઈમાં પેટ્રોલ 84 રૂપિયા લિટરને પાર થઈ ગયો છે. કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગિલે કહ્યુ કે દેશમાં પેટ્રોલની આ ઉચ્ચતમ કિંમતો છે. જો પીએમ મોદી કર્ણાટક ચૂંટણીમાં પોતાના ફાયદા માટે ડિઝલ-પેટ્રોલના ભાવોને નિયંત્રિત કરી શકે છે તો જનતાની ભલાઈ માટે આવુ આખુ વર્ષ કરવુ જોઈએ.

જલ્દી કેન્દ્ર સરકાર ઘટાડી શકે છે તેલ પર લાગેલા ટેક્સ

જલ્દી કેન્દ્ર સરકાર ઘટાડી શકે છે તેલ પર લાગેલા ટેક્સ

તેલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે તેલના ભાવો ઘટાડવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. સરકાર તેલ પરથી જલ્દી ડ્યૂટી 2.50 અને 2.35 પૈસા ઓછા કરવાની છે. તેમણે કહ્યુ કે તેલના ભાવો ઘટાડવાની જવાબદારી માત્ર કેન્દ્ર સરકારની જ નથી. રાજ્ય સરકાર પણ તેલ પર વેટના દરો ઘટાડે કે જે સીધા તેમના ખાતામાં જાય છે. રાજ્ય બધા સંગ્રહોના સૌથી મોટા લાભાર્થી છે. જો તે 5 ટકા સુધી વેટ ઘટાડે તો પણ ઉપભોક્તાઓને ફાયદો થશે.

English summary
central government hinting at some cuts duties or commission oil prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X