કેન્દ્ર સરકાર ફિરોઝપુર ઘટનાનો બદલો લેવા દરોડા પાડી રહી છે-CM ચન્ની
ચંદીગઢ, 19 જાન્યુઆરી : ગેરકાયદેસર રેતી ખનન અને મની લોન્ડરિંગના મામલે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના સંબંધી ભૂપિન્દર સિંહ હનીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પર સીએમ ચન્નીએ કહ્યું કે આ બધું મને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે મને ખબર પડી છે કે EDએ કહ્યું છે કે PM મોદીની ફિરોઝપુર મુલાકાતને ભૂલશો નહીં. આ દરોડો બદલાની ભાવના દર્શાવે છે. ચન્નીએ વધુમાં કહ્યું કે મને ફસાવવા માટે મારા ભત્રીજાની 24 કલાક પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ એજન્સીને મારી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઇડી, ઇન્કમટેક્સ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરી રહી છે. પરંતુ પછી તે પશ્ચિમ બંગાળ હોય કે કોલકાતા. આ રાજ્યોમાં ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હી અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પંજાબ વળતો પ્રહાર કરશે.
જણાવી દઈએ કે ચૂંટણી પહેલા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે ગેરકાયદેસર રેતી ખનન મામલે લગભગ 10 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ બુધવારે કહ્યું કે દરોડામાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધુની રોકડ મળી આવી છે, જેમાંથી 8 કરોડ રૂપિયા સીએમ ચન્નીના સંબંધીના ઘરેથી મળી આવ્યા છે.
જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં હાજરી આપવા પંજાબ ગયા હતા. તે જ સમયે તેમના કાફલાને ફિરોઝપુરમાં ખેડૂત આંદોલનકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યો હતો, જેને પીએમની સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી.
તમને જણાવી દઈએ કે EDના દરોડામાં ચન્નીના સંબંધીના ઘરેથી 10 કરોડ રોકડ, 56 કરોડની બેંક એન્ટ્રી, 22 લાખનું સોનું, લક્ઝરી કાર, જમીનના કાગળો અને ફાર્મ હાઉસના કાગળો મળી આવ્યા છે. આ જપ્તી પર કટાક્ષ કરતા AAPએ કહ્યું કે આ બધી વસ્તુઓ 111 દિવસમાં ક્યાંક ભેગી થઈ ગઈ છે, આ એ જ 111 દિવસ છે જ્યારે ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી બન્યા હતા.