
Covid-19: પલાયન કરી રહેલા પ્રવાસીઓના ખાતામાં પૈસા જમા કરે કેન્દ્ર સરકાર - રાહુલ ગાંધી
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યુ કે કોરોના વાયરસ સંકટના કારણે શહેરોમાંથી પલાયન કરી રહેલ પ્રવાસી મજૂરોના બેંક ખાતામાં પૈસા જમા કરાવવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ, 'પ્રવાસી મજૂર એક વાર ફરીથી પલાયન કરી રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેમના બેંક ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે. પરંતુ કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવા માટે જનતાને દોષી ગણાવતી સરકાર શું આવુ જન સહાયક પગલુ લેશે?'
દિલ્લીમાં 6 દિવસનુ લૉકડાઉન
કોરોના વાયરસના કેસ દેશભરમાં ઝડપથી વધી રહ્યા છે. એવામાં સરકારે ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે. આ તરફ રાજધાની દિલ્લીમાં લાગુ કરવામાં આવેલ 6 દિવસના લૉકડાઉનના એલાન બાદ સેંકડો પ્રવાસી મજૂરો પલાયન કરવા લાગ્યા છે. સોમવારે સાંજે પ્રવાસીઓની ભીડ આનંદ વિહાર બસ ટર્મિનસ પર જમા થઈ ગઈ જેના કારણે રાજધાનીમાં ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક જામ થઈ ગયો. સેંકડોની સંખ્યામાં પ્રવાસી મજૂરો બસ સ્ટૉપ પર કલાકો સુધી રાહ જોતા રહ્યા.
પ્રિયંકા ગાંધીએ કહ્યુ - રોકડ મદદ આપવી જોઈએ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને કહ્યુ, 'કોવિડ મહામારીની ભયાનકતાને જોઈને તો એ સ્પષ્ટ હતુ કે સરકારે લૉકડાઉન જેવા મોટા પગલાં ઉઠાવવા પડશે પરંતુ પ્રવાસી શ્રમિકોને ફરીથી એક વાર તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા. શું આ તમારી યોજના છે? નીતઓ એવી હોવી જોઈએ જે બધાનુ ધ્યાન રાખે.' પ્રિયંકા ગાંધીએ સરકારને આગ્રહ કરીને લખ્યુ, 'ગરીબો, શ્રમિકો, લારીવાળાને રોકડ મદદ સમયની માંગ છે. કૃપા કરીને આ કરો.' તમને જણાવી દઈએ કે ગયા વર્ષે દેશભરમાં લૉકડાઉન લાગ્યુ હતુ ત્યારે પણ પ્રવાસી મજૂરોના આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે મજૂરોએ પગપાળા કે પછી સાયકલથી પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.
ફડણવીસના 22 વર્ષના ભત્રીજાનો વેક્સીન લેતો ફોટો વાયરલ