આરોગ્યકર્મીઓ પર હુમલો કરનારાઓ માટે કેન્દ્ર સરકાર લાવી વટહુકમ, 7 વર્ષની સજા
કેન્દ્ર સરકાર આરોગ્યકર્મીઓ પર હુમલા રોકવાના ઉદ્દેશથી વટહુકમ લઈને આવી છે. વટુકમમાં આરોગ્યકર્મી પર હુમલાના દોષી સાબિત થનારને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. સાથે જ 1 લાખથી 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે મેડીકલ સ્ટાફ વિરુદ્ધ થતા હુમલાઓ અને ઉત્પીડનને બિલકુલ સહન કરવામાં નહી આવે. આને રોકવા માટે સરકાર આ વટહુકમ લઈને આવી છે.

મેડીકલ સ્ટાફ પર હુમલા રોકવાનો વટહુકમ
જાવડેકરે કહ્યુ કે આરોગ્યકર્મીઓની સુરક્ષા અને તેમના સંરક્ષણ આપવા માટે આ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ ત્વરિત પ્રભાવથી લાગુ થઈ જશે. વટહુકમમાં જે જોગવાઈ છે તે મુજબ મેડીકલ સ્ટાફ ટીમ પર હુમલો કરવા પર 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા અને 50,000થી 2 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. જો ગંભીર નુકશાન થયુ હશે તો 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ અને દંડ 1 લાખથી 5 લાખ રૂપિયા છે.

ક્લીનીકને નુકશાન પર થશે વસૂલી
જાવડેકરે જણાવ્યુ કે મહામારી રોગ અધિનિયમ, 1897માં સુધારો કરીને વટહુકમ લાવવામાં આવશે. આવો ગુનો હવે સંજ્ઞેય અને બિન જમીનપાત્ર હશે. વળી જો આરોગ્યકર્મીના વાહનો કે ક્લીનિકને નુકશાન પહોંચાડ્યુ તો આવુ કરનાર પાસેથી ક્ષતિગ્રસ્ત કરેલી સંપત્તિના બજાર મૂલ્યથી બમણા ભાવ વળતર તરીકે વસૂલવામાં આવશે. જાવડેકરે આરોગ્યકર્મીઓ માટે 50 હજારના વીમાની પણ ઘોષણા કરી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે સરકારે 1.88 કરોડ રકમની પીપીઈની પણ ઑર્ડર કરવામાં આવી છે.

મેડીકલ ટીમ પર સતત થયા છે હુમલા
આ ઉપરાંત પ્રકાશ જાવડેકરે માહિતી આપી છે કે હેલ્થ બ્રીફિંગ હવે રોજ નહિ પરંતુ અઠવાડિયામાં 4 દિવસ થશે. પ્રેસ રિલીઝ અને કેબિનેટ બ્રીફિંગ વૈકલ્પિક દિવસે કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યુ કે ફ્લાઈટ ક્યારે શરૂ થશે એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં ખાસ કરીને કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ આરોગ્યકર્મીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વાર તેમના પર હુમલા થયા છે. વળી તેમના પડોશીઓ અને મકાન માલિકોએ પણ હેરાન કર્યા છે.
આ પણ વાંચોઃ ધોરણ 10નુ મૂલ્યાંકન કરવા આવનારા શિક્ષકો માટે મૂકાયુ સેલ્ફ સેનિટાઈઝર મશીન