For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

' ..તો તોગડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે'

By Super
|
Google Oneindia Gujarati News

praveen-togadia
નવીદિલ્હી, 7 ફેબ્રુઆરીઃ વિહિપ નેતા પ્રવિણ તોગડિયા દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર સરકારને આ મુદ્દે તપાસ કરાવવા અને હિન્દુત્વવાદી નેતાના ભાષણમાં આપત્તિ જણાય તો તેમની વિરુદ્ધ પગલા ભરવામાં આવે. ગૃહમંત્રાલયે પૃથ્વિરાજ ચૌહાણના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારને તોગડિયા દ્વારા એક ચોક્કસ સમાજના સભ્યો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યું હોવાના આરોપની તપાસ કરવામાં જણાવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું છે, 'ગૃહમંત્રાલયની સલાહ સ્પષ્ટ છે. એકવાર ફોરેન્સિક પુરાવા થકી તેમના પરના આરોપ નક્કી થઇ જાય, ત્યારબાદ તોગડિયા વિરુદ્ધ કાયદા પ્રમાણે પગલા ભરવામાં આવે.' મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને આશ્વાસન આપ્યું છે કે, તોગડિયા વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી આરપીએન સિંહે કહ્યું કે, જો તોગડિયાનું ભાષણ ઉશ્કેરણીજનક હશે તો તેમના વિરુદ્ધ ચોક્કસ પગલા ભરવામાં આવશે.

રાજ્યની કોંગ્રેસ શાસિત સરકાર દ્વારા ફોરેન્સિંક એક્ઝામિનેશનને નિર્દેશ આપી દીધા છે અને હવે તેના અહેવાલની રાહ જોવાઇ રહી છે. 22 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર જિલ્લાના નાંદેદના ભોખર ગામે મળેલી એક જાહેર સભામાં પ્રવિણ તોગડિયાએ ભાષણ કર્યું હતું જે વીડિયો રેકોર્ડિંગ ઓન લાઇન પોસ્ટ કરવામાં આવ્યા બાદ વિવાદ ચગ્યો હતો. આ વીડિયોમાં તોગડિયાએ એમઆઇએમ ધારાસભ્ય અક્બરુદ્દિન ઓવૈસી અને એક ચોક્કસ સમાજાના લોકો પર હુમલો કર્યો હતો.

નોંધનીય છે કે, ઓવૈસી દ્વારા આંધ્રપ્રદેશના એડિલાબાદ જિલ્લાના નિર્મલ શહેરમાં ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. જે બદલ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

English summary
Centre has asked the Maharashtra government to probe the charges against VHP leader Praveen Togadia for hate speeches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X