For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

65 વર્ષના આયોજન પંચને મોદીએ નવું નામ આપી નીતિ પંચ રાખ્યું!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જાન્યુઆરી: પોતાના 65 વર્ષના ઇતિહાસમાં 200 લાખ કરોડ રૂપિયાથી વધારેની 12 પંચવર્ષીય અને છ વાર્ષિક યોજનાઓ શરૂ કરનાર આયોજન પંચ આજથી નીતિ પંચ કહેવાશે. આયોજન પંચના નવા સ્વરૂપનું નામ બદલીને 'નીતિ પંચ' કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ સંસ્થાની સ્થાપના 1950ના દાયકામાં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયોજન પંચના સ્થાને નવી સંસ્થાની સ્થાપનાની જાહેરાતના થોડા મહીના બાદ આ પહેલ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓની સાથે થયેલી બેઠકના લગભગ ત્રણ સપ્તાહ બાદ આ નિર્ણય લીધો જેમાં મોટા ભાગના સમાજવાદી આ સંસ્થાના પુનર્ગઠનના પક્ષમાં હતા, પરંતુ કેટલાક કોંગ્રેસી મુખ્યમંત્રીઓએ હાલના માળખાને નાબૂદ કરવાનો વિરોધ કર્યો હતો. મોદીએ સ્વતંત્ર દિવસના ભાષણમાં જાહેરાત કરી હતી કે આયોજન પંચના સ્થાને એક નવી સંસ્થા બનાવવામાં આવશે જે સમકાલીન આર્થિક દુનિયાના અનુરુપ હોય.

modi
મંત્રીઓને સાત ડિસેમ્બરના રોજ સંબોધિત કરતા તેણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો હવાલો આપ્યો હતો, જેમણે ગયા વર્ષે 30 એપ્રિલના રોજ કહ્યું હતું કે સુધાર પ્રક્રિયા શરૂ થયા બાદના સમયમાં હાલના માળખાનો કોઇ આધુનિક દ્રષ્ટિકોણ નથી. તેમણે એવા પ્રભાવશાળી માળખાની વાત કરી હતી, જેમાં 'સહયોગી સંઘ' અને 'ટીમ ઇન્ડિયા'ની અવધારણા મજબૂત થતી હોય.

આયોજન પંચના રૂપમાં ચર્ચિત આ સંસ્થાન માર્ચ 1950માં એક સાધારણ સરકારી પ્રસ્તાવ દ્વારા ગઠિત કરવામાં આવી હતી. તેણે ગણી રાજનીતિ અને આર્થિક ઉતાર-ચઢાવને જોયા તથા ઘણીવાર વિવાદોનું કેન્દ્ર પણ બન્યું. ગરીબીના આંકલન, ખુદની ઇમારતમાં શૌચાલયનું સમારકામ પર મોટા ખર્ચ અને પૂર્વ ઉપાધ્યક્ષની વિદેશ યાત્રાઓના ખર્ચને લઇને તેમજ અન્ય એવી ચર્ચાઓ છે જે આવનારા સમયમાં પણ યાદ કરવામાં આવતી રહેશે.

આયોજન પંચની સ્થાપના સરકારની સંસાધનોના યોગ્ય દોહન, ઉત્પાદન વધારવા અને રોજગારની તકો પ્રદાન કરી લોકાના જીવન સ્તર વધારવાના લક્ષ્યોની પ્રાપ્તિના સાધન તરીકે કરવામાં આવી હતી.

English summary
The Planning Commission, which was established in 1950, will be called 'Neeti Ayog' in its new avatar, months after Prime Minister Narendra Modi announced that it will replaced by a new body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X