For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડર ગ્રેજ્યુએટને નોકરી માટે મોદી સરકારની ખાસ સ્કીમ, 10 લાખને આપશે ટ્રેનિંગ

કેન્દ્રની એનડીએ સરકાર દસ લાખ અંડર ગ્રેજ્યુએટ છાત્ર-છાત્રાઓ યુવાનો માટે એક ખાસ સ્કીમ લાવવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની એનડીએ સરકાર દસ લાખ અંડર ગ્રેજ્યુએટ છાત્ર-છાત્રાઓ યુવાનો માટે એક ખાસ સ્કીમ લાવવા જઈ રહી છે. આમાં કેન્દ્ર સરકારના ત્રણ મંત્રાલય મળીને કામ કરશે. આમાં દસ લાખ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. હ્યુમેનિટી અને આર્ટ સ્ટ્રીમના છાત્રોને જોબ આપવા માટે સ્પેશિયલ ટ્રેનિંગની વ્યવસ્થા સરકાર કરશે. વહેલામાં વહેલી તકે આ કાર્યક્રમ અમલમાં મૂકવાની વાત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ આ હાલતમાં મનોહર પરિકર પાસે કામ કરાવવુ અમાનવીયઃ અબ્દુલ્લાઆ પણ વાંચોઃ આ હાલતમાં મનોહર પરિકર પાસે કામ કરાવવુ અમાનવીયઃ અબ્દુલ્લા

ત્રણ મંત્રાલય મળીને કરશે કામ

ત્રણ મંત્રાલય મળીને કરશે કામ

કેન્દ્રની આ સ્કીમમાં માનવ સંશાધન, શ્રમ અને કૌશલ વિકાસ મંત્રાલય મળીને કામ કરશે. આમાં છાત્ર-છાત્રાઓને કૌશલ્યપૂર્ણ બનાવવા માટે અપ્રેંટિશીપ આપવામાં આવશે. જે તેમને નોકરી મેળવવામાં સહાયક બનશે. આ એપ્રેન્ટીસશીપ અને જોબ ટ્રેનિંગ ગ્રેજ્યુએશન ફાઈનલ યરના છાત્રોને આપવામાં આવશે. 2019-20માં પાસઆઉટ થનારા છાત્રો આનો હિસ્સો બનશે.

ટ્રેનિંગ દરમિયાન સ્કોલરશીપ પણ મળશે

ટ્રેનિંગ દરમિયાન સ્કોલરશીપ પણ મળશે

જે ક્ષેત્રમાં છાત્ર-છાત્રાને ટ્રેનિંગ આપવામાં આવશે તેમાં શરૂઆતના દસ મહિના દરમિયાન તેમને એક સ્કોલરશીપ પણ આપવામાં આવશે. છાત્રને ટ્રેનિંગ દરમિયાન 1500 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. બધા શૈક્ષણિક સંસ્થાઓને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલથી જોડવામાં આવશે. તેમાં અમુક કંપનીઓને પણ સરકાર પોતાની સાથે શામેલ કરશે. તેના દ્વારા છાત્રોને નોકરી માટેની યોગ્યતા વધારવામાં આવશે.

બેરોજગારી મુદ્દે ઘેરાયેલી છે મોદી સરકાર

બેરોજગારી મુદ્દે ઘેરાયેલી છે મોદી સરકાર

બેરોજગારી અને દેશમાં ઘટતી નોકરીઓ માટે ટીકાઓનો સામનો કરી રહેલી મોદી સરકારનો 2019 ચૂંટણી પહેલા આ એક મહત્વનું પગલુ માનવામાં આવી રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથઈ નોકરીઓ અને બેરોજગારી અંગે મોદી સરકાર સતત ટીકાઓનો શિકાર થઈ રહી છે અને વિપક્ષના નિશાને છે.

English summary
centre govt roll out a mega jobs programme for undergraduates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X