For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપના ફેક મેસેજ પર ગૃહ મંત્રાલય આકરુ, રાજ્યોને અફવા રોકવાના નિર્દેશ

વૉટ્સઅપ પર સતત ફેલાવવામાં આવી રહેલ અફવાઓ અંગે સરકારે ચેતવણી આપતા વૉટ્સઅપને ફેક મેસેજ ચેક કરવા કહ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

વૉટ્સઅપ પર સતત ફેલાવવામાં આવી રહેલ અફવાઓ અંગે સરકારે ચેતવણી આપતા વૉટ્સઅપને ફેક મેસેજ ચેક કરવા કહ્યુ હતુ. વળી, આને રોકવા માટે જરૂરી પગલાં લેવા માટે પણ કહ્યુ હતુ. હાલમાં જ ભીડ દ્વારા કરવામાં આવેલી હત્યાને જોતા સરકારે આ પગલુ ઉઠાવ્યુ હતુ. વળી, હવે આ મામલે સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત સરકારોને પણ નિર્દેશ જારી કરતા કહ્યુ છે કે એવા મામલાઓને રોકો જેમાં વૉટ્સઅપ દ્વ્રારા અફવાઓ ફેલાવવામાં આવે છે.

whatsapp

વૉટ્સઅપ અને ફેસબુક પર ઝડપથી વાયરલ થઈ રહેલા મેસેજના કારણે છેલ્લા બે સપ્તાહમાં લગભગ 27 લોકોના જીવ ગયા છે. આ હત્યાઓ 11 રાજ્યોમાં થઈ છે. આ અંગે દેશભરમાં હોબાળો મચેલો છે. આ મામલાને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત સરકારોને નિર્દેશ જારી કર્યા છે અને કહ્યુ છે કે એવા મામલાને રોકો જેમાં વૉટ્સઅપ દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

સરકારે કહ્યુ છે કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલ આ પ્રકારની અફવાઓ પર નજર રાખો જેમાં બાળક ચોરીના મેસેજ ઝડપથી વાયરલ કરવામાં આવી રહ્યા હોય. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્કતા વર્તતા જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવા માટે જિલ્લા પ્રશાસનને નિર્દેશિત કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. વળી, એ પણ કહેવામાં આવ્યુ છે કે અપહરણના આવા મામલાની વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે વૉટ્સઅપ અને ફેસબુક પર ઝડપથી વાયરલ થઈ રહેલા ફેક મેસેજના કારણે છેલ્લા બે સપ્તાહમાં લગભગ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હત્યાઓ અલગ અલગ રાજ્યોમાં થઈ છે. વાસ્વતમાં, બાળક ચોરીનો એક મેસેજ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. આ મેસેજને સાચો સમજીને ભીડે નિર્દોષ લોકોને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધા.

English summary
centre has asked the states & UTs to take measures to prevent incidents of mob lynching fueled by rumours of child lifting circulating on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X