For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનો મોટો નિર્ણય, સવર્ણોને 10 ટકા અનામતનું એલાન

2019 લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સવર્ણોને 10 ટકા આરક્ષણ મળશે.

|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સવર્ણોને 10 ટકા આરક્ષણ મળશે. મળતી જાણકારી અનુસાર કેન્દ્રીય કેબિનેટે આર્થિક રૂપે કમજોર સવર્ણોને નોકરી અને શિક્ષામાં 10 ટકા આરક્ષણ માટે મંજૂરી આપી છે. સરકાર સંવિધાનમાં સંશોધન ઘ્વારા કોટા વધારશે. માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજુ કરી શકે છે.

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાઇસન્સ આધાર સાથે લિંક કરવું જરૂરી, સરકાર કાનૂન લાવશે

મોદી સરકારનો મોટો દાવ

મોદી સરકારનો મોટો દાવ

કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા આરક્ષણ મુદ્દે અગત્યનો નિર્ણય લીધો છે. કેબિનેટ મિટિંગમાં આર્થિક રૂપે પછાત સવર્ણો માટે 10 ટકા આરક્ષણ પર મુહર મારી છે. આ નિર્ણય પછી આરક્ષણ કોટા 49 ટકા થી વધીને 59 ટકા થઇ ગયું છે. કેન્દ્રીય કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે કે શિક્ષા અને નોકરીમાં આરક્ષણ આપવામાં આવ્યું છે. સરકાર તેની સાથે જોડાયેલા સંશોધનને મંગળવારે સંસદમાં રજુ કરશે.

ગરીબ સવર્ણ જાતિઓને 10 ટકા અનામત પ્રસ્તાવને મંજૂરી

ખરેખર ઘણા સમયથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે આર્થિક રૂપે પછાત લોકોને અનામત આપવામાં આવે. આખરે કેન્દ્ર સરકારે તેના પર મુહર મારી દીધી છે. મળતી જાણકારી અનુસાર ગરીબ સવર્ણ જાતિઓને નવા પ્લાનમાં લાગુ કરવા માટે આરક્ષણ કોટા વધારવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર સંવિધાનમાં સંશોધન કરીને તેને પૂરું કરવાનો પ્રયાસ કરશે.

કોટા વધારવા માટે સરકારનો પ્લાન

કોટા વધારવા માટે સરકારનો પ્લાન

સૂત્રો અનુસાર જે પરિવારની વાર્ષિક ઈન્ક્મ 8 લાખ કરતા ઓછી છે તેમને આ ફાયદો મળશે. હાલમાં કેન્દ્ર કેબિનેટે આ નિર્ણય પર મુહર મારી દીધી છે. પરંતુ આરક્ષણ કોટા વધારવાની તેમની રાહ થોડી મુશ્કિલ હોય શકે છે કારણકે સંવિધાન સંશોધનમાં સરકારને બાકી દળોના સાથની પણ જરૂર પડશે.

ખુબ જ મોડું કરી નાખ્યું: હરીશ રાવત

મોદી કેબિનેટના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીશ રાવતે પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે ખુબ જ મોડું થઇ ગયું છે. હવે ચૂંટણી આવી રહી છે એટલે આ દેખાઈ રહ્યું છે. તેઓ ગમે તેવા જુમલા આપે પરંતુ હવે આ સરકારને કોઈ નહીં બચાવી શકે.

English summary
Centre plans for 10 percent reservation to upper castes ahead of Lok Sabha polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X