આખરે જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવ્યું રાજ્યપાલ શાસન
જમ્મુ અને કાશ્મીર, 9 જાન્યુઆરી: જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે 87 સભ્યો વાળી વિધાનસભામાં જરૂરી સંખ્યા એકત્રીત કરવા માટે રાજનૈતિક દળોના નિષ્ફળ ગયા બાદ આજે અત્રે રાજ્યપાલ શાસન લાગાવી દેવામાં આવ્યું છે.
રાજ્યપાલ એન એન વોહરાએ ગઇકાલે રાત્રે એ કહેતા રાષ્ટ્રપતિને એક રિપોર્ટ સોંપ્યો હતો કે ઉમ અબ્દુલ્લાએ કાર્યવાહક મુખ્યમંત્રીના પદથી મુક્ત કરી દેવાનો અનુરોધ કર્યો છે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીક સૂત્રોએ એ જણાવ્યું કે આ રિપોર્ટમાં ઘણા સૂચનો હતા જેમાં એક કોઇ પણ દળ સરકાર ગઠન માટે જરૂરી સંખ્યા ના દર્શાવી શકે તો રાજ્યપાલ શાસનનો વિકલ્પ બાકી બચતો હતો. હાલના વિધાનસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગઇકાલે રાત્રે આ રિપોર્ટ જરૂરી કાર્યવાહી માટે વડાપ્રધાન કાર્યાલય માટે મોકલી હતી.
રાજ્યમાં રાજ્યપાલ શાસન જમ્મુ અને કાશ્મીરના સંવિધાનના અનુચ્છેદ 92 હેઠળ લગાવવામાં આવ્યું છે. આ અનુચ્છેદ રાજ્યપાલને રાજ્યમાં સંવૈધાનિક મશીનરીના વિફળ થવાની સ્થિતિમાં રાજ્યપાલ શાસનની જાહેરાત કરવાની પરવાનગી આપે છે.
ઉમરે જણાવ્યું હતું કે રાજ્યને પાકિસ્તાનની સાથે લગતી સરહદ પર સ્થિતિને ઉકેલવા અને કાશ્મીર ઘાટીમાં પૂર પ્રભાવિત લોકોને રાહત આપવા માટે મજબૂત સરકારની જરૂર છે.
હાલના વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી નેશનલ કોન્ફ્રેન્સના હારી ગયા બાદ ઉમર અબ્દુલ્લાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેમને 24 ડિસેમ્બરના રોજ કાર્યવાહક મુખ્યમંત્રીના રૂપમાં પદ પર બની રહેવા કહેવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટમીના પરિણામો 23 ડિસેમ્બરના રોજ આવી ગયા હતા.
ચૂંટણી પરિણામને આવ્યા 15 દિવસથી પણ વધારે થઇ ગયું છે, અને અત્યાર સુધી ન તો મોટી પાર્ટી પીડીપી અને બીજા નંબરની પાર્ટી ભાજપ સરકારની રચના કરવાનો દાવો કરવા માટે 44 સભ્યોનો આંકડો રજૂ કરી શકી છે.