For Quick Alerts
For Daily Alerts
મહિલા ઉત્પીડન પર હવે ઇ-મેલ દ્વારા દાખલ થશે ફરિયાદ: મેનકા ગાંધી
નવી દિલ્હી, 2 જૂન: કેન્દ્રિય મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પુરી ઇમાનદારી અને મહેનતથી કામ કરશે. ભાજપે જનતાની સાથે જે વાયદા કર્યા છે, તેને પુરા કરવામાં આવશે. તો બીજી તરફ તેમણે મહિલાઓ અને બાળકોને ઉત્પીડન તથા શોષણ સાથે જોડાયેલા કેસ પર કડક કાર્યવાહીની વાત કહી છે.
કેન્દ્રિય મંત્રીએ બદાયૂંમાં સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાની ઘટના પર ચિંતા પર પ્રગટ કરી. તેમણે પ્રદેશના રામપુર જનપદમાં આપેલા એક નિવેદનમાં કહ્યું કે મહિલા ઉત્પીડનની ઘટનાઓ પર સંજ્ઞાન લેશે. માનવામાં આવે છે કે મહિલા હિંસા અને ઉત્પીડનને લઇને થનાર કેસમાં હવે બાળ વિકાસ મંત્રાલય કડક વલણ અપનાવવાની સાથે-સાથે પ્રદેશ સરકારો સાથે જવાબ માંગી શકે છે.
મેનકા ગાંધીએ કહ્યું કે બદાયૂં પ્રકરણ બાદ વડાપ્રધાનમંત્રીએ આવા કેસને લઇને પોતાની મંશા સ્પષ્ટ કરી છે અને કેન્દ્ર સરકારના મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા મંત્રાલય આવી ઘટનાઓના સંજ્ઞાનમાં આવતાં જ જાગૃતતા અને તીવ્રતા સાથે કાર્યવાહી કરશે. કેન્દ્રિય મંત્રીએ ઇ-મેલના માધ્યમથી મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલી ફરિયાદ સંબંધી વ્યવસ્થા શરૂ કરવાની વાત કહી છે.