• search

સીઇઓ પિતાએ પ્રમોશન માટે પુત્રીની ઇજ્જતને લગાવી દાવ પર

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    પુણે, 29 જુલાઇ: એક કળિયુગી પિતાની કરતૂતે પિતા-પુત્રીના સંબંધને લજવે તેવું કાર્ય કર્યું છે. કળિયુગી પિતા જે એક મોટી કંપનીમાં સીઇઓ છે તે પોતાની પુત્રી સાથે લગભગ ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો. છોકરીના દાદા પર પણ દુષ્કર્મ અને મારઝૂડનો આરોપ છે. આ ઘટના પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારની છે.

    હેવાન પિતા પ્રમોશન માટે પોતાની પુત્રીની ઇજ્જતને દાવ પર લગાવવા માંગતો હતો. છોકરીએ ફરિયાદમાં કહ્યું છે કે તેનો પિતા ઘણીવાર તેની પર પોતાના બોસ સાથે સમય વિતાવવા માટે દબાણ કરતો હતો, પરંતુ મનાઇ કરતાં તેની સાથે ગાળા-ગાળી અને મારઝૂડ કરવામાં આવતી હતી. આરોપી એટલા માટે આવું કરતો હતો કે કારણ કે તેની કંપનીમાં તેને પ્રમોશન મળી હતી.

    કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આરોપી દાદાની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી છે. તે આરોપી પિતા પણ ફરાર છે. પોલીસે આ મુદ્દે બે અન્ય મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને પર દુષ્કર્મ દરમિયાન પિતાનો સાથ આપવાનો આરોપ છે.

    rape-600

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છોકરીની ફરિયાદ પર પ્રાથમિક તપાસમાં દાદાને ગુનેગાર ગણતાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને પિતાની શોધખોળ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે છોકરીની માતા ઘણા સમયથી પિતાની અલગ રહે છે અને છોકરી પિતાની સાથે રહે છે. આ દરમિયાન આરોપી પિતાએ ઘણીવાર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું અને પોતાના બોસ પાસે લઇ જવાનો પ્રયત્ન પણ કર્યો. જ્યારે છોકરીએ મનાઇ કરી તો તેની સાથે મારઝૂડ કરવામાં આવતી. આ વાતને જ્યારે તેને પોતાના દાદાને જણાવી તો દાદાએ પણ તે કર્યું જે તેના પિતાએ કર્યું હતું. જેથી કંટાળીને છોકરી ઘર છોડીને હોસ્ટેલમાં રહેવા લાગી.

    પરંતુ ત્રણ દિવસ પહેલાં જ્યારે છોકરી ઘરે આવી તો તેના પિતા અને દાદાએ જુની ધટનાનું પુનરાવર્તન કર્યું. પરંતુ આ વખતે તે ચૂપ રહી નહી અને પોલીસ સ્ટેશને પહોંચીને પિતા-દાદાની કરતૂર અને પોતાની આપવીતી પોલીસ સમક્ષ રજૂ કરી.

    છોકરીનું કહેવું છે કે ઘરનો કિસ્સો હોવાથી તે હિંમત કરી શકતી ન હતી. પરંતુ જ્યારે એક દિવસ પોતાની માતાને આપવીતી જણાવી તો થોડી હિંમત આવી. પોલીસે હવે આરોપી પિતાને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે. તો બીજી તરફ પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

    English summary
    The Koregaon Park police on Saturday booked a CEO of a manufacturing company for allegedly molesting his daughter and forcing her to accompany his boss to obtain a promotion in the company.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more