For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચક્કાજામઃ દિલ્લી એલર્ટ પર, પોલિસે DMRCને કહ્યુ - 11 મેટ્રો સ્ટેશન બંધ કરવા માટે રહે તૈયાર

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ આજે શનિવાર(6 ફેબ્રુઆરી)એ ચક્કાજામ કરવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

Farmers Protest: Delhi Chakka Jam Today: કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ આજે શનિવાર(6 ફેબ્રુઆરી)એ ચક્કાજામ કરવાનુ એલાન કર્યુ છે. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે દિલ્લી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને છોડીને આખા દેશમાં ચક્કાજામ કરવામાં આવશે. પરંતુ ગણતંત્ર દિવસ એટલે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્લી પોલિસ કોઈ પણ રિસ્ક લેવા માંગતી નથી. આના કારણે દિલ્લીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યુ છે. દિલ્લીમાં હજારોની સંખ્યામાં પોલિસ અને પેરામિલિટરી ફોર્સને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ક્રમમાં દિલ્લી પોલિસે દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશન(DMRC)ને પણ પત્ર લખીને કહ્યુ છે કે જરૂરત પડવા પર તમે 11 મેટ્રો સ્ટેશન બંધ કરવા માટે તૈયાર રહો.

delhi police

ડીસીપી, નવી દિલ્લીએ ડીએમઆરસીને પત્ર લખીને કહ્યુ કે નવી દિલ્લી વિસ્તારના 11 મેટ્રો સ્ટેશનને જો શનિવારે શૉર્ટ નોટિસ આપી બંધ કરવા માટે કહેવામાં આવે તો તમે તૈયાર રહો. પત્રાં ડીસીપીએ કહ્યુ કે ખેડૂતોના શનિવાર 6 ફેબ્રુઆરીએ થનારા ચક્કાજામ માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિઓને જોતા ભીડને નિયત્રંતિ કરવા માટે આમ કરવામાં આવી શકે છે.

જાણો કયા 11 મેટ્રો સ્ટેશન બંધ કરવા માટે તૈયાર રહેવાનુ કહેવામાં આવ્યુ છે?

આ મેટ્રો સ્ટેશન છે રાજીવ ચોક, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય, ઉદ્યોગ ભવન, લોક કલ્યાણ માર્ગ, મંડી હાઉસ, આરકે આશ્રમ, સુપ્રીમ કોર્ટ, ખાન માર્કેટ, શિવાજી સ્ટેડિયમ (એરપોર્ટ એક્સપ્રેસ લાઈન) આ 11 મેટ્રો સ્ટેશનોની યાદી ડીએમઆરસીને આપવામાં આવી છે. જ્યાં એન્ટ્રી ગેટ અને એક્ઝીટ ગેટ બંધ કરવા સહિત સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આ બધા મેટ્રો સ્ટેશન નવી દિલ્લીમાં આવે છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ચક્કાજામ વિશે શું કહ્યુ?

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ, ચક્કાજામ દેશભરમાં 3 કલાક માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી હશે. રાકેશ ટિકૈતે દાવો કર્યો છે કે 6 ફેબ્રુઆરીએ માત્ર 6 રાજ્યો એટલે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામ નહિ થાય. આ 2 રાજ્યો અને દિલ્લીને છોડીને આખા દેશમાં ચક્કાજામ થશે. ટિકૈતે કહ્યુ કે અમારી પાસે પૂરતા પુરાવા હતા કે શનિવારે અમુક લોકો ચક્કાદામ દરમિયાન હિંસા ફેલાવવાની કોશિશ તકરતા. અમારી પાસે પાક્કો રિપોર્ટ હતો. અમે જનહિતને જોતા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને ચક્કાજામથી અલગ રાખ્યુ છે.

રાજ્યસભામાં બોલ્યા નરેન્દ્ર તોમર- સરકાર સંશોધન માટે તૈયાર, એનો મતલબ કૃષિ કાયદામાં કમી નહિરાજ્યસભામાં બોલ્યા નરેન્દ્ર તોમર- સરકાર સંશોધન માટે તૈયાર, એનો મતલબ કૃષિ કાયદામાં કમી નહિ


English summary
Chakka Jam today: Delhi police to DMRC prepared to shut, These 12 Metro stations on short notice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X