For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમે છાત્રાએના સંપર્કમાં છીએ, સત્ય-ન્યાયની જીત થશે', આરોપી પકડાયા, વીડિયો લીક મામલે રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓના વીડિયો લીક મામલે કહ્યુ કે..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓના વીડિયો લીક મામલે કહ્યુ કે આ એક ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. પંજાબ સરકાર વિદ્યાર્થિનીઓ સાથે ઉભી છે. આરોપીઓની હિમાચલ પ્રદેશ અને ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી છે. અમે આ મામલે ફોરેન્સિક તપાસ કરી છે.

raghav

અમારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સત્ય અને ન્યાયની જીત થશે. રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે અમે મેજિસ્ટ્રેટ તપાસ કરી છે અને એફઆઈઆર નોંધી છે. અમે સતત વિદ્યાર્થીનીઓના સંપર્કમાં છીએ, સ્થિતિ નિયંત્રણમાં છે. તમને જણાવી દઈએ કે ચંદીગઢ યુનિવર્સિટી હૉસ્ટેલની છોકરીઓના નહાતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ચંદીગઢ યુનિવર્સિટીમાં વાયરલ વીડિયોનો વિવાદ એટલો વધી ગયો કે વિદ્યાર્થીઓએ બે દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યુ. આ વિરોધોએ વ્યાપક ધ્યાન ખેંચ્યુ અને બે રાજ્યોની પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. પરંતુ રવિવારે મોડી રાત્રે ખાતરી મળતાં વિદ્યાર્થીઓએ આંદોલન પાછુ ખેંચ્યુ હતુ. છોકરીઓના નહાવાનો વીડિયો બનાવનારી યુવતી ચંદીગઢ યુનિવર્સિટીની હતી, તે વીડિયો બનાવીને સિમલામાં રહેતા તેના બૉયફ્રેન્ડને મોકલતી હતી, જે તેને વાયરલ કરતો હતો. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.

English summary
Chandigarh University video leak case: We are in touch with girl students, accused arrest said Raghav Chadha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X