For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર પટેલની મૂર્તિ કરતા પણ ઉંચી, આ રાજ્યની વિધાનસભા બનશે

ગુજરાતમાં સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બન્યા પછી સતત તેના કરતા પણ વધારે ઉંચી મૂર્તિ બનાવવા માટે દાવો કરવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બન્યા પછી સતત તેના કરતા પણ વધારે ઉંચી મૂર્તિ બનાવવા માટે દાવો કરવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ પ્રદેશની રાજધાનીમાં દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગ બનાવશે. તેમને કહ્યું કે પ્રદેશની રાજધાની અમરાવતીમાં તેઓ સરકાર પટેલની મૂર્તિ કરતા પણ વધારે ઉંચી વિધાનસભાની બિલ્ડીંગ બનાવશે. તેમને કહ્યું કે આ બિલ્ડીંગ સરદાર પટેલની મૂર્તિ કરતા પણ 68 મીટર ઉંચી હશે.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડાયેલ 20 રસપ્રદ તથ્યો જાણો

બીજા રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી

બીજા રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી

મળતી જાણકારી અનુસાર ચંદ્રાબાબુ નાયડુએ પ્રદેશ વિધાનસભાની બિલ્ડિંગના નકશાને લગભગ ફાઇનલ કરી દીધું છે અને જલ્દી પ્રદેશ સરકાર ઘ્વારા તેને યુકેની કંપનીને સોંપી દેવામાં આવશે, જે તેનું નિર્માણ કરાવશે. નવી બિલ્ડીંગ ત્રણ માળની હશે અને તેના પર ટાવર બનાવવામાં આવશે, જેની ઉંચાઈ 250 મીટર હશે.

બે ઉંચી બિલ્ડીંગ હશે

બે ઉંચી બિલ્ડીંગ હશે

ચંદ્રાબાબુ નાયડુએ નવી વિધાનસભાની બિલ્ડિંગમાં બ્લુ પ્રિન્ટને ગ્રીન સિગ્નલ આપ્યો છે. તેને ઉપરથી નીચે લીલી ફૂલ મુજબ બનાવવામાં આવશે. આ બિલ્ડીંગ બે વર્ષની અંદર બનીને તૈયાર થશે. નવી વિધાનસભામાં બે ગેલરી હશે જેમાં પહેલી 80 મીટર લાંબી હશે અને તેમાં 300 લોકો જઈ શકે છે અને બીજી ગેલરી 250 મીટર ઉંચી હશે જેમાં 20 લોકો જઈ શકે છે. અહીંથી અમરાવતી શહેરનો સુંદર નજારો જોઈ શકાશે. આ બિલ્ડીંગ ભૂકંપ સહન કરી શકે એટલી મજબૂત હશે.

અંતિમ ચરણમાં ડિઝાઇન

અંતિમ ચરણમાં ડિઝાઇન

પ્રદેશ સરકારમાં મંત્રી પી નારાયણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બ્લુ પ્રિન્ટમાં કેટલાક નાના મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે, જેને એક બે દિવસમાં ફાઇનલ કરવામાં આવશે. તેમને જણાવ્યું કે ચંદ્રાબાબુ નાયડુએ સચિવાલયની પાંચ બિલ્ડીંગ ડિઝાઇનને પણ મંજૂરી આપી દીધી છે.

યોગી આદિત્યનાથે પણ એલાન કર્યું

યોગી આદિત્યનાથે પણ એલાન કર્યું

આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ એલાન કર્યું છે કે તેઓ અયોધ્યામાં ભગવાન રામની 201 મીટર ઉંચી મૂર્તિ બનાવશે. એટલું જ નહીં પરંતુ કર્ણાટક સરકારે પણ એલાન કર્યું છે કે તેઓ 125 ફુટ ઉંચી માતા કાવેરીની પ્રતિમા બનાવશે.

English summary
Chandrababu Naidu announces to build Andhra Pradesh assembly building taller than statue of unity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X